ભૂજના માર્શલ આર્ટ તાલીમ કેન્દ્રમાં પાકિસ્તાની શરણાર્થી અને યુવતી વચ્ચે પ્રેમ પાંગર્યો

0

ભીલડી રેલવે જંકશનના પ્લેટફોર્મ એક યુવક અને યુવતી શંકાસ્પદ હાલતમાં બેઠેલા જાેવા મળતા રેલવે પોલીસ દ્વારા તેઓની પૂછતાછ હાથ ધરતા તેઓએ સંતોષકારક જવાબ ન આપી શકતા તેઓને ભીલડી રેલવે આઉટ પોલીસ ચોકી ખાતે લઈ જઈ વધુ પૂછપરછ કરતા યુવક પ્રભુરામ મંગલભાઇ દેસાઈ(ઉં.વ.૨૪) મૂળ રહે ટંડીબાગો તા.ટંડીબાગો જિ.બદીમ રાજ્ય સિધ પાકિસ્તાન હાલ તેઓ લોંગટાઇમ વિઝા અંતર્ગત રબારિયો કી ઢાણી આથમણા વાસ તાલુકો ભીનમાલ જિલ્લો ઝાલોર રાજસ્થાનમાં શરણાર્થી તરીકે રહેતો હતો અને માર્શલ આર્ટ ટીચર તરીકે કામ કરતો હતો જ્યાં પ્રાઇવેટ નોકરી તરીકે કામ કરતી નીતાબેન બાબુલાલ લોન્ચા (મેઘવાલ) સાથે પ્રેમ થઈ જતા બંને ભાગી જઇ ભીલડી રેલવે જંકશન ઉપર આવતા ઝડપાઈ ગયા હતા. ત્યારે રેલવે પોલીસે છોકરીને પોતાના માતા પિતાને સોંપી પાકિસ્તાની શરણાર્થી આરોપીને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી વિવિધ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
પાકિસ્તાનથી ભારત પાસપોર્ટ વિઝા ઉપર આવેલા પાકિસ્તાનીને રાજસ્થાનના ઝાલોર જિલ્લા પૂરતા વિઝા સીમિત હતા તેમ છતાં ઝાલોરના રાજસ્થાનના અધિકારીઓની પરવાનગી વગર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રવેશ કરી પાસપોર્ટ વિઝાના શરતોનું ઉલ્લંઘન કરીને નિયમનો ભંગ કરી ગુનો આચર્યો છે. ભીલડી રેલવે પોલીસ દ્વારા ઝડપાઈ ગયેલા પાકિસ્તાનની શરણાર્થી પાસેથી તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ, મોબાઈલ સહિત કુલ ૮ હજારનો મુદ્દામાલ ઝડપાયો હતો.

error: Content is protected !!