ઓલઈન્ડીયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ સૌરાષ્ટ્ર ઝોન કો.ઓડીનેટર તરીકે અજીમ લાખાણીને જવાબદારી સોંપાઈ

0

ઓલઈન્ડીયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ સૌરાષ્ટ્ર ઝોન કો.ઓડીનેટર તરીકે અજીમ લાખાણીની વરણી કરાઈ હતી જેને સર્વેએ આવકારી છે. ઈતિહાસમાં સૌથી નાની વયનાં અને અમરેલી જીલ્લામાંથી માત્ર એક જ એવા અજીમ લાખાણી ર૦૧૮થી ઓલ ઈન્ડીયા મેમણ જમાત ફેડરેશન સાથે જાેડાયેલા હોવા ઉપરાંત વિદ્યાર્થી કાળથી જ સેવાનાં ભાવ સાથે અને વિદ્યાર્થીઓનાં પ્રશ્ને સતત કાર્ય કરતા રહયા છે. આાગામી દિવસોમાં અમરેલી સીટી ઈન્ચાર્જની નિમણુંક અજીમ લાખાણી દ્વારા કરવામાં આવશે. તેમજ યુથની રચના કરવામાં આવશે. અજીમ લાખાણી દ્વારા પ્રમુખ ઈકબાલ મેમણ, ઈમરાનભાઈ ફ્રુટવાસા, યાસીન ડેડા, આદિલ દોલા, યુનુસભાઈ દેરડીવાલા, ઈમ્તીયાઝભાઈ પોઠીયાવાલા, અલ્તાફભાઈ નગરીયાનો આભાર વ્યકત કરેલ છે.

error: Content is protected !!