જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ગામે દવાનાં રૂપિયા માંગવા બાબતે છરી બતાવી ધમકી આપી

0

જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ગામે દવાખાનામાં દવાનાં પૈસા માંગવા બાબતનું મનદુઃખ રાખી છરી બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે કુલ ૪ શખ્સો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને વધુ તપાસ તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢનાં દિપાજંલી-ર, ગોલ્ડન પાર્ક એપાર્ટમેન્ટ, બ્લોક નં-સી/૧ ૩૦૧ જૂનાગઢ ખાતે રહેતા ચંદ્રકાંતભાઈ હરગોવીદદાસ વૈશ્નવ(ઉ.વ.૬૬)એ મહેબુબશા રફાઈ ફકીર, રફીકશા ઉર્ફે ભુતડો ફકીર, શબ્બીરશા ફકીર તેમજ અન્ય એક માણસ રહે.ડુંગરપુર વાળા વિરૂધ્ધ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપી નં.૧ ફરિયાદીનાં ડુંગરપુર ખાતે આવેલ દવાખાને દવા લેવા ગયેલ દવાનાં રૂપિયા ફરિયાદીએ માંગતા એકદમ ઉશ્કેરાઈ જઈ ભુંડી ગાળો બોલવા લાગેલ અને બહાર જતો રહેલ અને થોડીવાર બાદ આરોપી નં-૧ થી ૪નાઓ ફરિયાદીને ભુંડી ગાળો આપી ઝપાઝપી કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીનાં ખીસ્સામાંથી રૂા.પ૦૦ ઝુંટ મારી લુંટ કરેલ તથા સાહેદ જીણાભાઈ સોમાભાઈ પાસેથી રૂા.૪૦૦ બળજબરીથી કાંઢી લઈ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા જૂનાગઢ તાલુકા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ભેંસાણ તાલુકાનાં પરબ વાવડી ગામે જમીનનાં કાગળો બાબતે હુમલો : માર માર્યો
ભેંસાણ તાલુકાનાં પરબ વાવડી ગામે જમીનનાં કાગળો પ્રશ્ને હુમલાનો બનાવ બનવા પામેલ છે. લોખંડનાં પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે ભેંસાણ પોલીસે આપેલી વિગત અનુસાર, પરબ વાવડી ગામે રહેતા છેલારભાઈ રૂખળભાઈ ખુમાણ(ઉ.વ.પ૩)એ વનરાજભાઈ છેલારભાઈ ખુમાણ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામનાં ફરિયાદીનાં દિકરા વનરાજ તથા જયરાજ પોતાની વાડીએ ગયેલ હોય તે દરમ્યાન ફરિયાદીનાં દિકરા વનરાજે દિકરા જયરાજને જમીનનાં કાગળો કયા છે જે બાબતે પુછતા જે બાબતે ઉશ્કેરાઈ જઈ ફરિયાદીનાં દિકરા વનરાજે ફરિયાદીનાં દિકરા જયરાજને પોતાનાં હાથમાં રહેલ લોખંડનાં પાઈપનો એક ઘા ડાબા પગનાં નળાનાં ભાગે મારી દીધેલ તથા બીજાે ઘા શરીરનાં ભાગે મારવા જતા બંને હાથની હથેળીનાં ભાગે મારી દઈ ફરિયાદીનાં દિકરા વનરાજે ફરિયાદીનાં દિકરા જયરાજને જાનથી મારી નાખવાની ધમકી આપી જીલ્લા મેજી. જૂનાગઢનાઓનાં હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા ભેંસાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કેશોદનાં અજાબ ગામે સાઈડ આપવા બાબતે બોલાચાલી : હુમલો
કેશોદ તાલુકાનાં અજાબ ગામે રહેતા વનરાજભાઈ વજુભાઈ ભુવા(ઉ.વ.ર૧)એ દિલીપભાઈ હમીરભાઈ દરબાર, મોહિત દિલીપભાઈ દરબાર, મોહિત બબાભાઈ દરબાર વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરિયાદી તથા સાહેદ આશ્રમમાં પ્રસાદ લેવા જતા હતા ત્યારે આરોપીઓએ રોડ ઉપર આવી ફરિયાદીનાં નાના ભાઈ મોહિતભાઈ સાથે મોટરસાઈકલને સાઈડ ન દેવાનું મનદુઃખ રાખી ભુંડી ગાળો બોલી ફરિયાદી તથા સાહેદ મોહિતભાઈને ઢીકાપાટુનો મુંઢ માર મારી આરોપી નં.૩નાએ અણીવાળા પથ્થર વડે ફરિયાદીને કમરનાં ભાગે પથ્થર ઘસી ઉઝરડા કરી ઈજા કરી ફરિયાદીને કપાળનાં ભાગે પીઠનાં તથા કમરનાં ભાગે મુંઢ ઈજાઓ કરી ફરિયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા કેશોદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેશોદનાં શેરગઢ ગામે રૂપિયા બાબતનાં મનદુઃખ બાબતે હડધુત કર્યા
કેશોદ તાલુકાનાં શેરગઢ ગામે રહેતા નરેશભાઈ ધીરૂભાઈ મુછડીયા(ઉ.વ.રર)એ ભદાભાઈ ધારાભાઈ કાનાણી, મુન્નાભાઈ સમજુભાઈ કાનાણી વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરિયાદીને આ કામનાં આરોપી નં-૧ સાથે અગાઉ રૂપિયા બાબતેની મેટર ચાલતી હોય અને આ કામનાં ફરિયાદી તેનાં ભાભી મીનાબેન તથા દિકરી પીનલ તથા ભાણેજ મીતને કલીમલી બાપુનાં આશ્રમે ભંડારામાંથી લેવા જતા ઉપરોકત રૂપિયા બાબતની મેટરનું મનદુઃખ રાખી રસ્તામાં આ કામનાં બંને આરોપીઓએ ફરિયાદી તથા તેનાં ભાભી સાહેદને તેની જ્ઞાતી પ્રત્યે હડધુત કરી જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી ફરિયાદીને તથા તેનાં ભાભી સાહેદને બંને આરોપીઓએ ઢીકાપાટુથી મુંઢ માર મારી ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાતા કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!