કેશોદમાં અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શો યોજાયો

0

વિધાનસભાની ચૂંટણી જાહેર થતા નામ જાહેર થયેલ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થયા છે. ત્યારે ૮૮ કેશોદ વિધાનસભા મત વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહેતા આમ આદમી પાર્ટી ઉમેદવાર, કાર્યકરો, હોદેદારોનો ઉત્સાહ વધ્યો હતો. કેશોદના શરદ ચોકથી રોડ શોની શરૂઆત બાદ ચાર ચોક, બસ સ્ટેશન રોડ સહિતના મુખ્ય માર્ગ ઉપર રોડ શો યોજાયો હતો. રોડ શો દરમ્યાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો આપના પરિવારની જીમ્મેદારી સંભાળશું, મોંઘવારી દુર કરશું, ચોવીસ કલાક મફત વિજળી, બેરોજગારોને રોજગારી આપશું, જ્યાં સુધી બેરોજગારોને રોજગારી ન મળે ત્યાં સુધી દર મહિને ત્રણ હજાર રોજગારી ભથ્થું આપશું, ગુજરાતભરમાં શાનદાર શાળાઓ બનાવીશું, પ્રાઈવેટથી વધુ સારી હોસ્પિટલોમાં વીસથી પચ્ચીસ લાખ સુધીની મફત આરોગ્ય સેવાઓ મળશે. ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા ટુંકમાં કટાક્ષ કર્યો હતો અને જનમેદનીને જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર કરવો હોય મારપીટ કરવી હોય વો ઉસકે પાસ ચલે જાઓ. ૨૭ વર્ષથી એ જ કરે છે. પાંચ વર્ષ અમને મોકો આપો શિક્ષણ, વીજળી, આરોગ્ય, રોજગારી સહિતની સુવિધા આપશું. આમ આદમી પાર્ટીના ૮૮ વિધાનસભા મત વિસ્તારના ઉમેદવાર રામજીભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે ત્યારે ૮૮ વિધાનસભાની સીટ જીતીને બતાવશું.

error: Content is protected !!