માર્ચ પછી તમારા ઘરનું વિજબિલ ભરવાનું જરૂરી નથી : જૂનાગઢ ખાતે રોડ-શોમાં કેજરીવાલ

0

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જૂનાગઢમાં ઉમેદવારોનાં સમર્થનમાં રોડ-શો કર્યો હતો. જેમાં તેમણે ગુજરાતમાં મફતમાં વિજળી આપવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, માર્ચ પછી તમારા ઘરનું વિજબિલ તમારે ભરવાની જરૂર નથી, જે હું ભરીશ. હું તમને વચન આપુ છું કે ચૂંટણી પછી હું તમારો ભાઈ બનીને, તમારો દીકરો બનીને તમારા પરિવારની જવાબદારી સંભાળીશ. મફત આપતા કોઈને નથી આવડતું. આ જાદુ માત્ર કેજરીવાલ પાસે જ છે. જૂનાગઢ વિધાનસભાનાં ધારાસભ્યનાં ઉમેદવાર તરીકે યુવા નેતા ચેતન ગજેરાને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. જૂનાગઢ જીલ્લાની તમામ બેઠકો ઉપર આમ આદમી પાર્ટીનાં ઉમેદવારોનાં નામની પણ જાહેરાતો કરી દેવામાં આવી છે.

error: Content is protected !!