કેન્દ્રનાં ગૃહ મંત્રી અમિત શાહ તા. ૧૯ માર્ચે જૂનાગઢનાં મહેમાન : લોકાર્પણનાં કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે

0

કેન્દ્રનાં ગૃહમંત્રી અમિત શાહ તા. ૧૯ માર્ચનાં રોજ જૂનાગઢનાં મહેમાન બની રહયા હોવાનું આધારભુત રીતે જાણવા મળે છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહની સાથે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ વિવિધ વિભાગનાં મહાનુભાવો પણ ઉપસ્થિત રહે તેવી શકયતા જાેવાય રહી છે. જાે કે હજુ આ અંગે કાર્યક્રમ નિર્ધારીત થઈ રહયો છે. ખાસ કરીને જૂનાગઢ ખાતે લોકાપર્ણનાં કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ અને મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે અને જે અંગેની સંપૂર્ણ તૈયારી બાદ કાર્યક્રમ જાહેર થશે તેમ મનાય છે.

error: Content is protected !!