અંબાજી મંદિર પરીસર સહિતની સ્થળ વીઝીટે જૂનાગઢનાં ઉચ્ચ અધિકારી ગંદકી સહિતનાં બાબતે તપાસનો રીપોર્ટ થયા બાદ કાર્યવાહી થશે

0

ગરવા ગિરનાર ખાતે આવેલા અંબાજી મંદિર પરીસર નજીક ગંદકી સહિતનાં મુદે ઉચ્ચ અધિકારીઓનો કાફલો આજે સ્થળની વિઝીટ ઉપર ગયો હોવાનું જાણવા મળી રહયું છે. અને આ અંગે આગામી સમયમાં કેવા પગલા લેવામાં આવે છે તે અંગે મીટ મંડાયેલી છે.
રોપ-વે શરૂ થયા બાદ દેશભરમાંથી પ્રવાસી જનતા અંબાજી મંદિરનાં દર્શને આવે છે. અને અહીં વિશેષ સુવિધાઓ ઉભી કરવાની લાગણી વ્યકત કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારનાં અધિકારીશ્રીઓ તેમજ કેન્દ્ર સરકારને પણ આ બાબતે અવાર નવાર રજુઆતો કરવામાં આવતી હોય છે. આ દરમ્યાન ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનાં વરીષ્ઠ મંત્રીઓ પણ અવાર નવાર કોઈ કાર્યક્રમ પ્રસંગે જૂનાગઢ આવે છે ત્યારે ચોકકસ રોપ-વેનાં માધ્યમથી અંબાજી મંદિરની મુલાકાત લે છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કેન્દ્રનાં મંત્રીશ્રી તેમજ લોકસભાની ચુંટણી માટેનાં જૂનાગઢ જીલ્લાનાં પ્રભારીશ્રીએ જૂનાગઢની મુલાકાત લીધી હતી. અને તેઓ આ સાથે જ અંબાજી મંદિરની પણ મુલાકાત લીધી હતી અને તે વખતે પણ અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી સન્માનીય મંત્રીશ્રીનું સન્માન કરવામાં આવેલ હતું. તેમજ મંદિર પરીસર અને આસપાસની પેશકદમી તેમજ ગંદકી બાબતે પણ કહેવાય છે કે રજુઆતો થઈ હતી. અને પ્રવાસી જનતા ભાવિકો માટે સુવિધા વધારવા પણ રજુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત હાઈકોર્ટે પણ ગિરનાર અંબાજી મંદિર પરીસર નજીકની ગંદકી સહિતની બાબતે ટકોર કરી હતી. દરમ્યાન પ્રાપ્ત થતાં અહેવાલ અનુસાર આજે ગિરનાર અંબાજી મંદિર ખાતે જૂનાગઢનાં પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા, વન વિભાગમાંથી ડીસીએફ અક્ષય જાેષી તેમજ જૂનાગઢ મનપાનાં ડેએમસી જયેશ વાજા સહિતનાં અધિકારીઓએ આજે મંદિર પરીરસની સ્થળ ઉપરની વીઝીટે ગયેલા છે. અને ત્યાં આંખેદેખ્યો અહેવાલ અનુસાર કાર્યવાહી કરનાર હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!