જાહેર માહિતી કમિશનરની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે આર.ટી.આઇ. એક્ટ અંતર્ગત ૧૭ અરજદારોના ૨૩ કેસોની સુનાવણી હાથ ધરાઇ

0

જાહેર માહિતી કમિશનર સુભાષ સોનીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોમાં આવેલી આર.ટી.આઇ.ની અરજીઓની સુનાવણી કરવામાં આવી હતી. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં આર.ટી.આઇ. એક્ટ હેઠળ બીજી અપીલના ૧૭ અરજદારોના ૨૩ કેસોની સુનાવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષણ, માર્ગ અને મકાન, આર.એમ.સી.,પોલીસ, સેલ ટેકસ સહિતના વિભાગીય જાહેર માહિતી અધિકારીઓ તથા અપીલ અધિકારીઓની ઉપસ્થિતિમાં કેસોની સમીક્ષા કરવામાં આવી હતી. માહિતી કમિશનરએ દરેક વિભાગના જાહેર માહિતી અધિકારીને આર.ટી.આઇ. કલમની ઝીણવટભરી અને તલસ્પર્શી વિગતોનો અભ્યાસ કરી સંબંધિત કેસો અંગે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. અને સરકારી વિભાગમાં આવેલી કાોઇ પણ અરજીનો નિયત સમય મર્યાદામાં જરૂરી કાર્યવાહી કરી નિકાલ કરવા જણાવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં ૧૭ અરજદારો ઉપરાંત, વિવિધ વિભાગના અપીલ અધિકારીઓ, જાહેર માહિતી અધિકારીઓ, અધિક કલેકટર એસ.જે.ખાચર અને સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જાહેર માહિતી કમિશનર અને કલેકટરની ઉપસ્થિતિમાં આર.ટી.આઇ એક્ટ અંગેનો સેમિનાર યોજાયો
જાહેર માહિતી કમિશનર સુભાષ સોનીની અધ્યક્ષતામાં અને કલેકટર અરૂણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં આર.ટી.આઇ. એક્ટ અંગેનો સેમિનાર યોજાયો હતો, જેમાં સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓને આર.ટી.આઇ.એકટ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા આ સેમિનારમાં જાહેર માહિતી કમિશનર સુભાષ સોનીએ આર.ટી.આઇ. એક્ટ અંતર્ગત સમાવિષ્ટ દરેક કલમોની તલસ્પર્શી માહિતી જાહેર માહિતી અધિકારીઓને આપી હતી. વિવિધ કેસોના ઉદાહરણ ટાંકી માહિતી અધિકાર વિષે વિસ્તૃત સમજ આપતા સોનીએ માહિતી એક્ટ હેઠળની વિવિધ જાેગવાઈઓ માટે માહિતી આયોગની વેબસાઈટનો અભ્યાસ કરવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. માહિતી અધિકાર કાયદાના યોગ્ય અમલીકરણ થકી જાહેર જનતાને રાજયસરકારના પારદર્શી વહીવટની પ્રતીતિ થાય અને નાગરિકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે, તે અંગેના પ્રયત્નો વ્યાપક બનાવવા સોનીએ આ સેમિનારમાં ભાર મુકયો હતો. સોનીએ આર.ટી.આઇ. એકટની જાેગવાઇ અન્વયે અરજદારોને આપવાપાત્ર માહિતી નિયત સમયમર્યાદામાં પુરી પાડવા અધિકારીઓને તાકીદ કરી હતી. આ અંગે તેમણે વિવિધ દ્રષ્ટાંતોના માધ્યમથી સરળ રીતે આર.ટી.આઇ.ની જાણકારી રજૂ કરી હતી. જાહેર માહિતી કમિશનરશ્રીએ પ્રશ્નોત્તરીના માધ્યમથી આર.ટી.આઇ. એક્ટ અંગેના અધિકારીઓના પ્રશ્નોનું સરળ નિરાકરણ સૂચવ્યું હતું. સમગ્ર સેમિનારનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર એસ.જે.ખાચરે કર્યું હતું. આ સેમિનારમાં પ્રાંત અધિકારીઓ કે.જી.ચૌધરી, વિવેક ટાંક, સૂરજ સુથાર તેમજ શિક્ષણ, મહેસૂલ, પંચાયત, મહાનગરપાલિકા, પોલીસ, માહિતી સહિતના સરકારી વિભગોના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

error: Content is protected !!