પ્રભાવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હોળીનો પાવન પ્રસંગે જરૂરિયાત મંદોને તથા બ્રાહ્મણો અને સિનિયર સિટીઝનોને કીટ વિતરણ

0

શનિવારની તા.૪ના કૃષ્ણ શેરી હવેલી ગલી ખાતેથી વિના મૂલ્યે કીટ વિતરણ કરવામાં આવેલ હતું. જેમાં ધાણી, દાળિયા, ખજૂર, મમરાની થેલી, કાચી ખીચડીનું વિતરણ વિના મૂલ્ય કરવામાં આવેલ હતું. જેમાં ધાણી કનકબેન રૂપારેલીયા તરફથી, દાળિયા તથા મમરાની થેલી બીનાબેન સેજપાલ તથા માયાબેન રાજા, ખજૂર ચેતનાબેન મિશ્રાણી તથા લાઠીગરા પરિવાર તરફથી, મગની દાળ મંજુબેન દેવાણી તથા રક્ષાબેન સાંગાણી તરફથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું હતું. ચેતનાબેન મિશ્રાણીના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં ૪૫ જેટલા લાભાર્થીઓએ લાભ લીધેલ હતો. તિલક હોળીથી દરેકને કુમકુમ તિલક કરવામાં આવેલ હતું.

error: Content is protected !!