એ ડિવિઝન પો.સ્ટે.ના પ્રોહીબિશનના ગુન્હામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને દીવના ઘોઘલા ગામેથી પકડી પાડતી જૂનાગઢ પેરોલ ફર્લો સ્કોડ

0

પોલીસ મહાનિદેશક અને સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વે ગાંધીનગરની સુચના અનુસાર રાજયમાં પેરોલ ઉપર છુટેલ ભાગેડુ આરોપીઓ, વચગાળાના જામીન ઉપર મુક્ત ફરાર તથા નાસતા-ફરતા આરોપીઓને પકડવા સમગ્ર રાજ્યમાં વધુમાં વધુ આરોપીઓ પકડવા જણાવેલ હોય જે અન્વયે જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડાની સુચના તેમજ પોલીસ અધીક્ષક રવિતેજા વાસમ શેટ્ટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ ગુન્હાના કામે નાસતા-ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી આરોપીઓને શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લો સ્કોડને તેમજ જીલ્લા પોલીસ તંત્રને સદરહુ કામગીરી અસરકારક કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચના પો.ઈન્સ. જે.જે. પટેલ તથા જે.જે. ગઢવીના માર્ગદર્શન અને સુચના મુજબ પેરોલ ફર્લો સ્કોડના પી.એસ.આઈ. વી.કે. ઉંજીયા, એ.એસ.આઈ. ઉમેશભાઈ વેગડા, પો.હેડ.કોન્સ. સંજયભાઈ વઘેરા, પો.કોન્સ. દિનેશભાઇ છૈયાની ટીમ દ્વારા જૂનાગઢ જીલ્લામાં જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં ગુન્હાના કામે નાસતા-ફરતા આરોપીઓ તથા જેલ ફરારી આરોપીઓને પકડવા ગીર-સોમનાથ જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમી મળેલ કે એ ડિવિઝન પો.સ્ટે.ના ગુ.ર.નં. થર્ડ ૧૫૨૫/૨૦૨૧ પ્રોહિ ક.૬૫(ઇ),૮૧,૯૮(૨)ના ગુન્હામાં નાસતો-ફરતો આરોપી આકાશ પ્રવિણચંદ્ર બામણીયા(ઉ.વ.૨૨) રહે.પીરેશ્વરનો ચોરો, મકાન નં.૧૩૬૮, ઘોઘલા, દીવ વાળો અત્યારે પોતાના રહેણાંક વિસ્તારમાં છે તેવી હકિકત મળતા ઉકત જગ્યાએ જઇ વોચ તપાસમાં રહેતાં મજકુર આરોપી ત્યાંથી મળી આવતા તેઓનું નામઠામ પુછતા પોતાનું નામ આકાશ પ્રવિણચંદ્ર બામણીયા(ઉ.વ.૨૨) રહે.પીરેશ્વરનો ચોરો, મકાન નં.૧૩૬૮, ઘોઘલા, દીવ વાળો બતાવતો હોય મજકુર આરોપી ઉકત ગુન્હામાં સંડોવાયેલની કબૂલાત કરતા તેઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા એ ડિવિઝન પોસ્ટે. ખાતે સોંપી આપવામાં આવેલ છે.

error: Content is protected !!