જૂનાગઢ જીલ્લાનાં કેશોદ ખાતે બનેલા એક બનાવમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીનાં પરિણામે કંટાળી જઈ ઝેરી દવા પી લઈ જીવનનો અંત આણ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ અંગે પાંચ શખ્સો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે કેશોદ પોલીસે આપેલ વિગત અનુસાર પ્રજાપતિ સોસાયટી, એરપોર્ટ રોડ ઉપર રહેતા સવિતાબેન વિનોદભાઈ રોચીરામાણી(ઉ.વ.૪૦)એ પ્રવિણભાઈ સીંધલ, ભાવેશભાઈ ભુપતભાઈ, રાજુભાઈ હરદાસભાઈ, અજીતભાઈ આહીર રહે. બધા કેશોદ ધાર વિસ્તાર તેમજ રવીભાઈ ઉર્ફે એસ.કે. પારવાની રહે.પલ્લવીનગર કેશોદ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં મરણ જનારે પાંચેય આરોપીની પાસેથી જરૂરીયાત મુજબ રૂા.૧ર લાખ લીધેલ હોય જેનું મરણજનારે વ્યાજ ચુકવી આપવા છતાં આ કામનાં આરોપીઓ બમણા વ્યાજની માંગણી કરી રૂા.૧.ર૪ લાખ જેટલા વધુ વ્યાજની માંગણી કરી ફરિયાદીનાં ઘરે જઈ અને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી મરણજનારને હેરાન પરેશાન કરતા હોય જેથી મરણજનારે આ લોકોનાં ત્રાસથી કંટાળી જઈ મરવા માટે મજબુર થતા ઝેરી દવાનાં ટીકડા પી મૃત્યું પામતા આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુનો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ કેશોદનાં પીઆઈ બી.બી. કોળી ચલાવી રહ્યા છે.
જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર નજીક ખુંટીયો આડો ઉતરતા રીક્ષા પલ્ટી જતા બે વર્ષની બાળકીનું મૃત્યું
જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ગામે ગઈકાલે રસ્તામાં ખુંટીયો આડો ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી અને બે વર્ષની બાળકીનું મૃત્યું થયાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે પાદરીયા રોયલ્ટી વિસ્તારમાં રહેતા સંજયભાઈ વજુભાઈ વાઘેલા(ઉ.વ.૩પ)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપી પ્યાગો રીક્ષા નંબર જીજે-રર-યુ-૧૧૭૬નાં ચાલક સામતભાઈ કારાભાઈ કોળી રહે. ડુંગરપુર વાળાએ પોતાનાં હવાલાની રીક્ષા પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી રહ્યા હતા. આ દરમ્યાન રસ્તા વચ્ચે ખુંટીયો આડો પડતા તેઓએ રીક્ષા ઉપરનો કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી જતા ફરીયાદીનાં સાળી ગીતાબેનની દીકરી પ્રિતીબેન(ઉ.વ.ર) વાળાને શરીરે ગંભીર ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવેલ છે અને અન્ય સાહેદોને શરીરે ગંભીર ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા જૂનાગઢ તાલુકા પોલીસે રીક્ષા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં ૬૬ કેવી નજીક હુમલો : મોટરસાઈકલને નુકશાન પહોંચાડયા અંગે પોલીસ ફરિયાદ
જૂનાગઢનાં ૬૬ કેવી યોગીનગર, નાગેશ્વર મહાદેવનાં મંદિર પાસે રહેતા દેવાભાઈ ભીમસીભાઈ કરંગીયા(ઉ.વ.૪પ)એ બસીર ઉર્ફે ટકો હબીબભાઈ રહે. ૬૬ કેવી, સુનીલ મરાઠી રહે.૬૬ કેવી, મહેતાનગર તથા અન્ય બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરિયાદી પોતાની મોટરસાઈકલ લઈ જતા હતા દરમ્યાન આરોપીઓ રસ્તામાં ઉભા હતા. ફરિયાદીને કહેલ કે અમને જાેઈને કેમ ગાડી રેસ કરે છે. તેમ કહી ભુંડી ગાળો દેવા લાગતા ફરિયાદી પોતાની મોટરસાઈકલ લઈ ઘરે જતા રહેલ દરમ્યાન આરોપીઓ ફરિયાદીની પાછળ ઘરે જઈ આરોપી નં-૧ છરી તથા આરોપી નં-ર કુહાડી તથા આરોપી નં-૩, ૪ પાસે ધારીયું તથા કુહાડીથી ફરિયાદીની મોટરસાઈકલ હોન્ડા સાઈન નંબર જીજે-૧૧-સીકે-૦૪૮૩ તથા હિરો કંપની સ્પેન્ડર મોટરસાઈકલ નંબર જીજે-૧૧-સીજે-૯૪૮૩ વાળીમાં કુહાડી ધારીયા તથા લોખંડનાં પાઈપથી તોડફોડ કરી આશરે રૂા.૮૦,૦૦૦ની નુકશાની કરેલ અને આરોપી નં-૧એ છરીથી મારવા જતા વાગેલ નહી અને તમામ આરોપીઓ મળી ફરિયાદીને શરીરે આડેધડ મારમારી સામાન્ય ઈજાઓ કરી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનનાં એએસઆઈ પી.એસ. આંત્રોલીયા ચલાવી રહ્યા છે.