જૂનાગઢનાં વિલીંગ્ડન ડેમમાં ઝંપલાવી પુત્રી સાથે માતાનો આપઘાત : અરેરાટી

0

જૂનાગઢ શહેરમાં આવેલા વિલીંગ્ડન ડેમમાં ગઈકાલે બપોરનાં સમયે કોઈએ છલાંગ લગાવી અને જીવનનો અંત આણ્યો હોવાની જાણ થતા મળતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીમાં તરવૈયાઓએ કુદીને અડધી કલાકની મહેનત બાદ એક મહિલા અને ત્યારબાદ એક બાળકીનાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક મહિલા અને તેની બાળકીની ઓળખ થઈ હતી. પોલીસનાં જણાવ્યા અનુસાર મૃતક જૂનાગઢમાં ગિરનાર દરવાજા પાસેની છગનમામાની સોસાયટી પાસે નિર્મળનગર નજીક રહેતા સોનલબેન મોહિતભાઈ કોડીયાતર(ઉ.વ.ર૮) અને તેમની પાંચ માસની પુત્રી આધ્યા હોવાનું ખુલ્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવેલ વિગત અનુસાર મૃતક સોનલબેન મોહિતભાઈ કોડીયાતરએ કોઈપણ કારણસર ગઈકાલે બપોરે અઢી વાગ્યાનાં અરસામાં પોતાની પાંચ માસની પુત્રી આધ્યા સાથે પડી જઈ અને આત્મઘાતી પગલું ભરતા માતા-પુત્રીનાં મૃત્યું થયા છે. આ બનાવને પગલે અરેરાટી સાથે તેમનાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. દરમ્યાન આ બનાવ અંગે ભવનાથ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એમ.સી. ચુડાસમા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

error: Content is protected !!