દ્વારકાની સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે તાજેતરમાં દ્વારકાની લોહાણા મહાજન વાડી ખાતે ૯૬માં નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટની શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ તેમજ એલ.આર. ગ્રુપ, દ્વારકાના લોહાણા મહાજન, શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ, વિગેરેના સહયોગથી યોજવામાં આવેલા આ વિના મૂલ્યે નેત્ર કેમ્પનો લાભ ૧૬૧ દર્દીઓએ લીધો હતો. જે પૈકી ૬૮ દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત જણાતા તેઓને રાજકોટ લઈ જઈ અને ત્યાં નિઃશુલ્ક ઓપરેશન કરાવી, નેત્રમણી બેસાડી અને દ્વારકા પરત લાવવામાં આવ્યા હતા. તેમાં દ્વારકાથી દર્દીઓને લાવવા-લઈ જવા, રહેવા, જમવા, વિગેરેની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ કેમ્પને ડો. ગગન સાહેબ, ડો. ધર્મેન્દ્રભાઈ મજીઠીયા, કે.જી. હિંડોચા, ઈશ્વરભાઈ ઝાખરીયા, ડો. કિરણબેન મકવાણા વિગેરે દ્વારા દિપ પ્રાગટ્ય કરી અને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે સેક્રેટરી અશ્વિનભાઈ ગોકાણી, લખુભાઈ સોમૈયા, સુરેશભાઈ વાયડા, અમિતભાઈ થોભાણી વિગેરેએ જહેમત ઉઠાવી હતી.