ખંભાળિયા બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા ભાજપના કાર્યકરો

0

ખંભાળિયામાં મંગળવારથી ધોરણ ૧૦ તથા ૧૨ ના બોર્ડની પરીક્ષા શરૂ થતા દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના હોદ્દેદારો – કાર્યકરોએ ખંભાળિયાની એસ.એન.ડી.ટી હાઈસ્કુલ, ગર્લ્સ સ્કૂલ, જી.વી.જે. હાઈસ્કૂલ ખાતે દરેક વિદ્યાર્થી ભાઈ-બહેનોને કુમકુમ – તિલક કરી, મીઠા મોઢા કરાવીને દરેક વિદ્યાર્થીને પેન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, શહેર ભાજપના મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, જિલ્લા ભાજપના મહામંત્રી રસિકભાઈ નકુમ અને ભરતભાઈ ગોજીયા, સંદીપભાઈ બેરા, જીગ્નેશભાઈ પરમાર, ધીરુભાઈ ટાકોદરા, મીતાબેન લાલ, નિમિષાબેન નકુમ, રેખાબેન ખેતીયા, માનભા જાડેજા, ભવ્ય ગોકાણી, દેવ શાહ, દિવ્ય જાેશી, કિશન ગોહેલ, ભાર્ગવ ઘઘડા, જીતેશ ગઢવી, હસુભાઈ ધોળકિયા, કિરણબેન ઘઘડા, મેઘાબેન વ્યાસ, મોહિત મોટાણી, નયનાબેન સંપટ, શ્રુતિબેન ધકાણ વિગેરે આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પરીક્ષાાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

error: Content is protected !!