માંગરોળ ટુ રાજકોટ લકઝરી બસનો પ્રારંભ કરાયો

0

એસટી બસ સ્ટેશન માંગરોળ ખાતે માંગરોળ ટુ રાજકોટ કે જે રૂટ હંમેશાથી ફુલ જ રહે છે. તેમાં નવીનકોર ટુ બાય ટુ લક્ઝરી બસ ફાળવવામાં આવેલ છે. તેને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાનાં પ્રતિનિધિ તરીકે તેમના પુત્ર વિકાસભાઈ કરગઠીયા દ્વારા લીલી ઝંડી આપી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ જેઠાભાઇ ચુડાસમા, પુંજાભાઈ બારૈયા, સરપંચ જગાભાઈ, લીનેશભાઈ સોમૈયા તથા માંગરોળ એસટી વિભાગના કર્મચારીઓ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!