ગીર-સોમનાથ જિલ્લામાં બોર્ડની ધો.૧૦-૧૨ ની પરીક્ષા પ્રથમ દિવસ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ, એક પણ કોપી કેસ નહીં

0

જિલ્લાભરના પરીક્ષા કેન્દ્રો બહાર વિદ્યાર્થીઓને સોમનાથ મંદિર ટ્રસ્ટ, યુવા ભાજપ સહિતની સંસ્થાઓ દ્વારા કંકુ તિલક કરી આવકારવામાં આવ્યા

બોર્ડની ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષાનો પ્રથમ દિવસ ગીર-સોમનાથ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો. ગઈકાલે પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લાભરમાં પરીક્ષા કેન્દ્રો બહાર સામાજીક સંસ્થાઓ અને શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને મોઢા મીઠા કરાવી આવકારવામાં આવ્યા હતા. તો જિલ્લામાંથી એકપણ ગેરરીતીનો કિસ્સો સામે આવ્યો નથી. ગીર સોમનાથ જિલ્લાના મથક વેરાવળની આદિત્ય બિરલા સ્કૂલ, મણીબેન કોટક શાળા, અંકુર સૌરભ શાળા, કે.કે. મોરી શાળા ખાતે ૫૧ બ્લોકના ૧૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સોમનાથ મંદિરના પૂજારી, અધિકારીઓ દ્વારા મહાદેવના આશીર્વાદ સમું ચંદનનું તિલક કરી બોલપેન પેન્સીલની ભેટ આપી હતી. આ ઉપરાંત યુવા ભાજપના યજ્ઞેશ સીરોદરીયા, હાર્દિક ઝાલા સહિતના કાર્યકરો દ્વારા પણ વિદ્યાર્થીઓને કકું તિલક કરી મોઢા મીઠા કરાવી આવકાર્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં પરીક્ષાના પ્રથમ દિવસે ધો.૧૦માં કુલ ૧૫,૨૩૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ જ્યારે ૩૬૪ જેટલા ગેરહાજર રહ્યા હતા. તો ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧૭૦૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ જયારે ૧૮ જેટલા ગેરહાજર રહ્યા હતા. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૩૮૪૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ જયારે ૪૨ જેટલા ગેરહાજર રહ્યા હતા. જિલ્લામાં પ્રથમ દિવસે એકપણ કોપી કેસની ગેરરીતી ન થઈ હોવાનું જાણવા મળેલ છે.

error: Content is protected !!