ખંભાળિયા સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો : ગ્રામ્ય વિસ્તારોમાં અમીછાંટણા

0

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે ખંભાળિયા સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પણ વરસ્યા છે. ખંભાળિયા શહેરમાં વાતાવરણમાં થયેલા ફેરફાર વચ્ચે વહેલી સવારે આશરે ૬ઃ૩૦ વાગ્યે શહેરના જુદા જુદા વિસ્તારમાં હળવા છાંટા વરસ થયા હતા. જેના પગલે માર્ગો ભીંજાયા હતા. આ સાથે નજીકના ગામડાઓમાં પણ અમી છાંટણા વરસ્યાના વાવડ છે. આજે સવારથી સૂર્યનારાયણના દર્શન પણ થયા ન હતા. સવારના સમયે હળવા વીજળીના ચમકારા તેમજ પવનની ગતિમાં વધારો પણ થયો હતો. જેના પગલે જાેરદાર ઝાપટું વરસે તેવી સંભાવનાઓ પણ જાેવા મળી હતી. પરંતુ નોંધપાત્ર વરસાદ પણ વરસ્યો ન હતો. આ ઉપરાંત જિલ્લાના દ્વારકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અમી છાંટણા વરસ્યા હતા. ત્યારે ભાણવડ પંથકમાં પણ મેઘાવી માહોલ વચ્ચે સર્વત્ર વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી.

error: Content is protected !!