સરકારી વિનયન કોલેજ ભેંસાણ મુકામે તારીખ ૯ માર્ચના દિવસે જી-૨૦ અંતર્ગત મહિલા દિવસ નિમિત્તે વુમન ૨૦ના વિષય ઉપર મહિલા જાગૃતિ માટે વિશેષ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે સમાજશાસ્ત્રના વિષયના આ.સી પ્રોફેસર ડો. સચિન જે પીઠડીયાએ ‘મહિલા સજન, પોષણ અને પરિવર્તનની શક્તિ’ વિષય ઉપર મહિલા દિવસની ૨૦૨૩ની થીમ, ભારતીય નારી રત્નો વિશે અને સમાજ જીવનમા સ્ત્રીઓની ભૂમિકા વિશે વિશેષ વ્યાખ્યાન આપેલું હતું. આ તકે કોલેજમાં અભ્યાસ કરતી દિકરીઓ જે કોલેજની વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરો લાવી હોય તેવી ચાવડા અંજલી, ઠુંમર શિવાલી, જીકાદ્રા પૂર્વશીનું પુસ્તકો અને બોલપેન આપી કોલેજના પ્રિન્સિપાલ ડો. યોગેશ કુમાર વિ.પાઠક, કોલેજના વાઈસ પ્રિન્સીપાલ ડો. સરોજબેન નારીગરા તથા સમગ્ર અધ્યાપકગણના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ આ ઉપરાંત સંસ્કૃત વિષયમાં શ્લોકગાન તથા વકતૃત્વ સ્પર્ધામાં જે વિદ્યાર્થીઓ ક્રમિક વિજેતા થયા તેઓને રજત ચંદ્રકો આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં વકતૃત્વ સ્પર્ધામાં હોથી સેજાભાઈ, ગોહેલ ક્રિનાબેન, લાઠીયા ખુશીબેન અને સંસ્કૃત શ્લોકગાન સ્પર્ધામાં ગોહેલ ક્રિનાનો પ્રથમ નંબર, નમસા પ્રતિભાબેનનો દ્વિતીય નંબર, શાહમદાર અનીશા બહેનનો તૃતીય ક્રમ આવતા ચાંદીના સિક્કા આપીને કોલેજના પ્રિન્સિપાલ, વાઈસ પ્રિન્સીપાલ અને ડો. અજય એલ. જાેષી અને ડો. સંજય બંઘીયાના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.