ઓખા ખાતે શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસ અંતર્ગત ઉજવણી કરવામાં આવેલ હતી. શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળના પ્રમુખ મીનાબેન ધોકાઈ અને તેમની ટીમના અધ્યક્ષ સ્થાને વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ પ્રણાલી મુજબ દીપ પ્રાગટય કરી કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં મહિલાઓને કાયદા તેમજ સરકારીની વિવિધ યોજનાની માહિતી આપી હતી. આ તકે એક પ્રશ્નોતરીનો કાર્યક્રમ રાખવામાં આવેલ અને જે મહિલાએ જવાબ આપેલ તેમને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. આ તકે ઓખા રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ હીનાબેન બારાઈ, ઓખા વાઘેર સમાજના મહિલા અગ્રણી વાલાબેન માણેક, ઓખા નગરપાલિકાના કાયદા અને ન્યાય સમિતિના ચેરમેન સીમાબેન માણેક, ઓખા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિદ્યાલયમાંથી ડો. આશાબેન પટેલ, ઓખા પોસ્ટ ઓફીસના મેનેજર પ્રભાબેન કંસારા તેમજ ઓખાના અલગ-અલગ સમાજના મહિલા અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઓખા શ્રી સર્વોદય મહિલા મંડળના પ્રમુખ મીનાબેન ધોકાઈ તેમજ સેક્રેટરી મંજુલાબેન હિંડોચા અને તેમની ટીમ તથા તેમના સ્ટાફ બાયાબેન ચાનપા, અલ્પાબેન હિંડોચા અને શીતલબેન રોસીયાએ જહેમત ઉઠાવી હતી.