કાયદો-વ્યવસ્થા સમિતિની સમીક્ષા બેઠકમાં કલેકટરએ સંબંધિત અધિકારીઓને પેન્ડિંગ અરજીની ત્વરીત કામગીરી પૂરી કરવા સૂચના આપી

0

રાજકોટ જિલ્લાની કાયદો-વ્યવસ્થા સમિતિની બેઠક કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી, જેમાં પ્રાંત કચેરી કક્ષાએ તેમજ મેજીસ્ટેરીયલ શાખા દ્વારા કરવામાં આવતી કામગીરી અને પેન્ડિંગ અરજીની સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટરએ સંબંધિત અધિકારીઓને ત્વરીત કામગીરી પૂરી કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, જાહેરનામાની અમલવારી અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સી.આર.પી.સી. એક્ટ હેઠળ થયેલ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટર કે.બી. ઠક્કર, ડી.સી.પી. સજ્જનસિંહ પરમાર, એસપી જયપાલસિંહ રાઠૌર, પ્રાંત અધિકારીઓ સંદિપ વર્મા, સૂરજ સુથાર, કે.જી. ચૌધરી, વિવેક ટાંક, જે.એન. લિખિયા, રાજેશ આલ, તેમજ વરીષ્ઠ પોલીસ અધિકારીઓ અને સંબંધિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!