વરસાદી પાણીના સંગ્રહ માટે “સુજલામ સુફલામ જળસંચય અભિયાન” અંતર્ગત જેતપુર તાલુકામાં ૬૫ સ્થળોએ જળસંચયના કામો થશે

0

ગુજરાતમાં વરસાદી પાણીના સંગ્રહ માટે રાજ્ય સરકારે “સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન” અમલી બનાવ્યું છે. જે અંતર્ગત રાજ્યભરમાં જળસંગ્રહનાં કામો શરૂ થઈ ગયાં છે. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ૬૫ સ્થળોએ જળસંચયને લગતાં વિવિધ કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી હાલ નવાગઢ, લુણાગીરી, ઉમરાળીમાં છ સ્થળોએ કામગીરી શરૂ થઈ ગઈ છે. જેતપુર તાલુકામાં જળસંચયનાં કામો માટે સિંચાઈ યોજના પેટાવિભાગ નં.૧/૩ (આર.આઈ.પી.ડી.)ના નાયબ કાર્યપાક ઈજનેર વાય.ડી. ભુવાની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. હાલ તેમના નેતૃત્વમાં સમગ્ર તાલુકામાં જળસંચયને લગતા વિવિધ કામો કરવાનું નક્કર આયોજન હાથ ધરાયું છે. જે મુજબ, હયાત તળાવોને ઊંડા કરવા, તૂટેલા ચેકડેમોનું સમારકામ, પાણીની ટાંકીઓ-સમ્પ તેમજ ઇન્ટેક સ્ટ્રક્ચર સહિતની સાફ-સફાઈ, નહેરોની સાફ-સફાઈ, રીઝર્વોયરનું ડી-શિલ્ટિંગ, ખેત તલાવડીઓનું નિર્માણ સહિતની કામગીરી કરાશે. જળસંચયને લગતી આ સમગ્ર કામગીરી વિવિધ વિભાગો દ્વારા તેમજ લોકભાગીદારીથી હાથ ધરવામાં આવશે.

error: Content is protected !!