ભેસાણ ચોકડી નજીક બાઈક અને ડમ્પર વચ્ચે જીવલેણ અકસ્માત : પ્રોફેસર અને વિદ્યાર્થીનું કરૂણ મૃત્યું : શોકની લાગણી

0

ભેસાણ ચોકડી પાસે ગઈકાલે બાઈક અને ડમ્પર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં નોબલ એન્જીનીયરીંગ કોલેજના પ્રોફેસર અને વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યું નિપજયું હતું. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક નાસી છુટયો હતો. જેને ઝડપી લેવા માટે પોલીસ ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. ગઈકાલે બનેલા અકસ્માતના બનાવ અંગે તાલુકા પોલીસે આપેલ વિગત અનુસાર જૂનાગઢ શહેરના વંથલી રોડ વાડલા ફાટક પાસે રહેતા પાર્થ દિનેશભાઈ વેકરીયા (ઉ.વ.ર૧) અને અમોલક હિતેશભાઈ ઉભડીયા જાતે કોળી (ઉ.વ.ર૮) ધંધો પ્રાથમીક નોકરી રહેવાસી ગાંધીનગર સોસાયટી આદર્શ પ્રાથમીક શાળાની પાસે કેશોદ, જીલ્લો જૂનાગઢને ભેંસાણ ચોકડીથી ભેસાણ જતા રોડ ઉપર અકસ્માત નડયો હતો.બંને બાઈક ઉપર જઈ રહ્યા હતા ત્યારે બાઈકની ડમ્પર સાથે જીવલેણ ટકકર થઈ હતી. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ બંનેના અરેરાટીભર્યા મૃત્યું થયા હતા. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ત્યાંથી નાસી છુટયો હતો. વધુ તપાસ કરતા અમોલક હિતેશભાઈ ઉભડીયાના મોટર સાયકલની પાછળ બેઠેલા પાર્થ દિનેશભાઈ વેકરીયા જાતે પટેલ ઉ.વ.ર૧ રહેવાસી રોયલ હાઈરાઈટસ બ્લોક નં.૧૦૩ પહેલો માળ વંથલી રોડ વાડલા ફાટકવાળો જૂનાગઢની નોબલ એન્જીનીયરીંગ કોલેજમાં બીએસસીમાં અભ્યાસ કરતો હતો. જયારે અમોલક ઉભડીયા એન્જીનીયરીંગ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. દરમ્યાન ગઈકાલે ગંભીર અકસ્માત સર્જાતા એક જ કોલેજના પ્રોફેસર અને વિદ્યાર્થીના ઘટના સ્થળે જ મૃત્યું થયા હતા. અને જેને લઈને શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ અકસ્માતની જાણ થતા ઈમરજન્સી સારવાર મારફતે બંનેના મૃતદેહને સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા દરમ્યાન આ બનાવ અંગે દિપકભાઈ કાળાભાઈ ઉભડીયા ઉવ.૪૭ રહેવાસી જાેશીપરા શાંતેશ્વર પરા શેરી નં.૭ એ ડમ્પર નં.જીજે. ૦૧ એકસએકસ ૭૮ર૦ના ચાલક વિરૂધ્ધ પુર ઝડપે વાહન ચલાવી મોટર સાયકલને હડફેટે લઈ અકસ્માત સર્જી બે વ્યકતિઓના મોત નિપજાવી ડમ્પર સ્થળ ઉપર મુકી નાસી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. તાલુકા પોલીસે ફરિયાદ નોંધી નાસી છુટેલ ડમ્પર ચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

error: Content is protected !!