ખંભાળિયા : જિલ્લામાં કમોસમી વરસાદ સામે સાવચેતીના પગલાં લેવા ખાસ બેઠક યોજાઈ

0

માવઠાની આગાહીના પગલે ખેડૂતોને પાક સલામત સ્થળે ખસેડવા સૂચન

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. ત્યારે સાવચેતીના પગલાં લેવા અંગે ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાએ જણાવ્યું હતું કે, આગાહીના પગલે જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આવા સમયે લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. લોકોએ બિનજરૂરી બહાર જવાનું ટાળવું, જર્જરિત મકાન કે ઇલેક્ટ્રિક પોલની નજીક ના જવું વિગેરે સહિતની બાબતોનું ધ્યાન રાખવુ જાેઇએ. કમોસમી વરસાદથી થતા નુકશાનથી બચવા માટે ખેડૂતોને ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેને સલામત સ્થળે ખસેડી લેવા, યાર્ડમાં અનાજાે અને ખેત પેદાશોના સુરક્ષિત સ્થળે ખસેડી લેવા પણ તેમણે અધુમાં અનુરોધ કર્યો છે. આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જે.આર. પરમાર, અધિક નિવાસી કલેકટર ભૂપેશ જાેટાણીયા, પ્રાંત અધિકારી પાર્થ કોટડિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!