સુપ્રસિદ્ધ સાળંગપુરધામે “શ્રી હનુમાન જયંતિ” મહોત્સવ અંતર્ગત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા ભવ્ય બાઈક રેલી યોજાઈ

0

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી ગુરૂ પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી “શ્રી હનુમાન જયંતી” બાઈક રેલીનું ભવ્યાતિભવ્ય આયોજન તા.૨૬ માર્ચ ૨૦૨૩ને રવિવારના રોજ સવારે ૮ કલાકે કરવામાં આવેલ. લગભગ ૫૦૦ જેટલાબાઈક હરિભક્તોની રેલી મંદિરના પટાંગણમાંથી નીકળીબોટાદ-નાગલપર-જાેટીંગડા-ટાટમ-ગોરડકા-ગઢપુર-ઉગામેડી-નિંગાળા-પાટી-સરવઈ-લાઠીદડ વિગેરે જગ્યાએ ફરી ગ્રામજનો -નગરજનોને “શ્રી હનુમાન જયંતિ” તેમજ દાદાના દર્શનનો મહિમા પહોંચાડી બપોરે ૧ કલાકે મંદિરના પરિસરમાં પરત ફરેલ તેમજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા હરિભક્તોને રૂડા આશીર્વાદ આપી સાળંગપુરધામ ખાતે “શ્રી હનુમાન જયંતિ”- ગુજરાતના સૌથી મોટા “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય” એવં “કિંગ ઓફ સાળંગપુર-દિવ્ય અનાવરણ”ઉદ્‌ઘાટન મહોત્સવમાં-લોકડાયરોઅનેકવિધ કાર્યક્રમોમાં પરિવાર સાથે પધારવા એવંભવ્યાતિભવ્ય દિવ્ય દર્શન-આરતી-અન્નકૂટના દર્શન કરવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવેલ.

error: Content is protected !!