પોરબંદર નજીક થયેલા અકસ્માતમાં માર્યા ગયેલાઓ પ્રતિ સંવેદના વ્યક્ત કરી સહાય મોકલતા મોરારિબાપુ

0

ગઈકાલે પોરબંદરના દેગામ નજીક એક કાર અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કિંદરખેડા ગામના ચાર આશાસ્પદ યુવાનોના કરૂણ મૃત્યું નિપજયા હતાં અને અનેક મુસાફરોને ઈજાઓ પણ થઈ હતી. આ સમાચાર પેપરમાં વાંચ્યા બાદ પૂજ્ય મોરારીબાપુએ ચારે મૃતક યુવાનો પ્રતિ એમની સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકને ૧૧,૦૦૦ લેખે કુલ ૪૪ હજાર રૂપિયાની હનુમંત સંવેદના સહાયતા રાશિ પ્રેષિત કરેલ છે. પોરબંદર સ્થિત રામકથાના શ્રોતા દ્વારા રૂબરૂ જઈને ચારેય મૃતક યુવાનોના પરિજનોને આ સંવેદના રાશિ તેમજ એક રામનામની શાલ પહોંચતી કરવામાં આવી રહી છે. ચારેય મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેના પરિજનોને દિલસોજી પાઠવી છે.

error: Content is protected !!