સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે માંગરોળ તાલુકાની ગૌ શાળાઓ, ગૌ રક્ષકો, ગૌ સેવા હોસ્પિટલ અને લંપી સમયે સેવારત લોકોનું સન્માન

0

સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે માંગરોળ તાલુકાની ગૌ શાળાઓ, ગૌ રક્ષકો, ગૌ સેવા હોસ્પિટલ અને લંપી સમયે સેવારત લોકોનું સન્માન કરવાનું સુંદર આયોજન થયું હતું. માંગરોળ માં છેલ્લા ઘણા વર્ષોથી જીવદયા અને પર્યાવરણ રક્ષાનું કામ સંજીવની નેચર ફાઉન્ડેશન જે નરેશબાપુના માર્ગદર્શન અને અતૂટ પુરૂષાર્થથી ચાલી રહ્યું છે. પર્યાવરણ એ માનવ જીવન ના અસ્તિત્વ માટે એક ગંભીર પ્રશ્ન છે. પર્યાવરણ જાગૃતિ અને પર્યાવરણની રક્ષા માટે સતત પ્રયત્નશીલ આ સંગઠન યાયાવર પક્ષી કુંજના શિકારને અટકાવવા માટે તેમજ એમના શિકારીઓને સખત સજા મળે તેમજ પ્રકૃતિના સ્તભ સમાં વૃક્ષોનું જતન અને સંવર્ધન ઘાયલ બીમાર પશુ પક્ષીની સારવાર જેવા ઉમદા હેતુ સાથે સંગઠન સતત કાર્યરત છે. નરેશભાઈ ગોસ્વામી, નિલેશભાઈ રાજપરા, મેહુલભાઈ વૈષ્ણવ, જ્યેશભાઈ માલમ, સાવનભાઈ સિંધવા અને શીલ, મકતુપુર, માધવપુર, શેરીયાજ, ચોરવાડ તેમજ ગ્રામ્ય વિસ્તારની સમગ્ર ટીમ આ કાર્ય સાથે તન, મન, ધનથી જાેડાયેલા છેે. મુરલીધર વાળીમાં સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અનુસંધાને ગાય છે તો જીવન છેની થીમથી માંગરોળ તાલુકાની તમામ ગૌ શાળા, લંપી વખતે સેવારત સેવાભાવીઓ, ગૌ હોસ્પિટલના સંચાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં માંગરોળના લોકપ્રિય ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જાણીતા ઉદ્યોગપતિ નારણભાઇ ખેતલપાર, ભારતીય જનતા પાર્ટીના વેલજીભાઈ મસાની, શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, ચોરવાડ પ્રમુખ મંથનભાઈ ડાભી, માર્કેટિંગ યાર્ડના ચેતનભાઈ કગરાણા, ચેમ્બર્સ ઓફ કોમર્સના હરીશભાઈ રૂપરેલીયા, મરિન કમાન્ડો ડ્ઢરૂજીઁ શર્મા, ઇર્હ્લં વાળા, ડો.સાંગાણી, ઉદ્યોગપતિ મેરામણભાઈ યાદવ, સેવાભાવી મનસુખભાઇ વૈષ્ણવ તેમજ પૂર્વ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર વનરાજસિંહ રાયજાદા, ખારવા સમાજ પ્રમુખ પરસોતમભાઈ, ગદરે મરીનની ટીમ ચોરવાડ તેમજ સુદીપભાઇ ગઢીયા, સેવાભાવી પ્રફુલભાઇ નાંદોલા, શિવમ ચક્ષુદાનના પ્રણેતા નાથાભાઇ નંદાણીયા, જાયન્ટ કલબના પંકજભાઇ રાજપરા, જીવન દીપના જમનાદાસભાઈ વંદુર, મેઘજીભાઈ હોદાર જાેડાયેલા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન જાણીતા ઉદઘોષક રમેશભાઈ જાેશીએ કરેલું હતું. આ તકે ગૌ શાળાઓને વિશેષ શિલ્ડ, મૂમેન્ટો અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલું હતું સાથે ઉસ્થિત તમામ શ્રોતાઓને પણ ચકલીના માળા, પાણીના પોટ, ચણદાનીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલું હતું. લમ્પી રોગની શરૂઆતમાં આ ગૌસેવકોએ હજારો દવાના ડોઝ સેવાભાવી લોકોની મદદ લઇ ગાયોના જીવ બચાવ્યા છે. કાર્યક્રમના સમાપનમાં અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવેલી હતી.

error: Content is protected !!