શિવમ્‌ ચક્ષુદાન-આરેણા તેમજ માં ગૌ સેવા હોસ્પિટલ-કુકસવાડાના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

0

તા.૨૬-૩-૨૦૨૩ રવિવારના રોજ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે શિવમ્‌ ચક્ષુદાન સલાહ કેંદ્ર-આરેણા અને માં ગૌસેવા હોસ્પિટલ-કુકસવાડાના સંયુક્ત ઉપક્રમે શ્રી રામમંદિર-આરેણા મુકામે ૯ થી ૧ના સમય દરમ્યાન રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં ૫૦ યુનિટ રક્ત શ્રી રામ વોલેન્ટરી બ્લડ બેંક-પોરબંદરને પહોંચાડવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જાણીતા તબીબ ડોકટર ભાવિનભાઇ છત્રાળાએ પણ રક્તદાન કરેલ હતું. આ રક્તદાન કેમ્પમાં સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ, ગૌ રક્ષા સેના ગૃપ-માંગરોળ, વંદેમાતરમ્‌ ગૃપ-માંગરોળ, ડો.ભાવિન છત્રાળા(અધ્યારૂ હોસ્પિટલ-માંગરોળ), પત્રકાર સંઘ, માંગરોળ રાજવી પરિવારના પ્રિન્સ નદીમ શેખ અને અકિલા મેડમ, માં ગૌ સેવા હોસ્પિટલ-કુકસવાડા, ચોરવાડના રાજકીય અગ્રણી મંથનભાઈ ડાભી, ધીરૂભાઈ અંબાણી રિસર્ચ સેન્ટર ચોરવાડના સ્ટાફમિત્રો, આરેણા ગ્રામપંચાયતના સરપંચ, આરેણા ગામના અગ્રણીઓ, મહંત રામમંદિર-આરેણા તેમજ રક્તદાતાઓ પ્રેરક ઉપસ્થિત રહી આ કેમ્પને સફળ બનાવ્યો હતો. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવાનું શ્રેય દરેક રક્તદાતાઓને અને સ્વયંસેવકોને આભારી છે. તેમજ આ રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહેલ દરેક લોકો અને શ્રી રામ વોલેન્ટરી બ્લડબેંક-પોરબંદરના સ્ટાફમિત્રોનો શિવમ્‌ ચક્ષુદાન-આરેણા અને માં ગૌ સેવા હોસ્પિટલ-કુકસવાડા આભાર વ્યક્ત કરે છે. આ રક્તદાન સમયે રક્તદાતાશ્રીઓએ ઉપસ્થિત રહી રક્તનું દાન કર્યું અને સમગ્ર કેમ્પમાં સ્વયંસેવક ભાઈઓએ ખડે પગે રહી જરૂરી વ્યવસ્થામાં પોતાનું યોગદાન આપેલ હતું. સમયાંતરે અને જ્યારે રક્તની જરૂરિયાત ઉભી થાય તેવા સમયે યોજાતા આવા રક્તદાન કેમ્પમાં આવી રીતે સાથ અને સહકાર આપતા રહો તેવો અનુરોધ કરેલ હતો.

error: Content is protected !!