તાલાલાના ચકચારી ખૂન કેસમાં આરોપીનો છુટકારો

0

ગીર સોમનાથ જીલ્લાના તાલાલાના ચકચારી મર્ડર કેસમાં આરોપીનો છુટકારો થતો ચુકાદો વેરાવળ ડીસ્ટ્રીકટ કોર્ટે આપેલ છે. આ કેસની વિગતો આપતા એડવોકેટ અશ્વિનભાઈ થાનકી તથા મુકેશભાઈ યાદવે જણાવેલ કે, તાલાલા ખાતે હસમુખભાઈ કાળાભાઈ કામળીયાની પત્ની વિજુબેન સાથે વિજયભાઈ કેશવાલાને આડા સબંધી હોવાના કારણે હસમુખભાઈએ છરીના ઘા મારી વિજયભાઈનું મર્ડર કરેલ હોવાના આક્ષેપો સાથેનો કેસ વેરાવળ ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલેલ હતો. આ કેસમાં આરોપીના એડવોકેટ અશ્વીનભાઈ થાનકી તથા મુકેશભાઈ યાદવે ધારદાર દલીલો કરેલ જેમાં આરોપી સામેનો કેસ શંકારહીત પુરવાર થઈ શકેલ નહીં અને બનાવનો મોટીવ સાબીત થતો નથી. પુરાવામાં એકસૂત્રતા જળવાતી નથી. પી.એમ. કરનાર ડોકટરના રીપોર્ટમાં તથા સાહેદોની જુબાનીમાં વિસંગતતાઓ જણાય છે. તપાસ કરનાર અધિકારીએ તટસ્થ તપાસ કરેલ નથી. મરણજનારને થયેલ ઈજાઓ જાેતા આરોપી સિવાય એક કરતા વિશેષ વ્યક્તિઓની સંડોવણી જણાય છે. મુદામાલની છરી આરોપીએ ખરીદ કરેલ હોય અને તેજ છરીથી તેણે વિજયભાઈની હત્યા કરી હોય તેવું સાબીત થતું નથી. બનાવની વિગતો જાેતા આરોપીના કપડા ઉપર લોહી હોવું જાેઈએ જે જણાતું નથી. આરોપીએ મરણજનાર વિજયભાઈનું મોત નિપજાવેલ હોય તેવું પુરવાર થતું નથી વિગેરે બચાવપક્ષના વકીલોની દલીલોને ધ્યાનમાં રાખી આરોપી હસમુખભાઈ કાળાભાઈ કામળીયાને મુખ્ય સેસન્સ જજ ગોકાણી એ શંકાનો લાભ આપી છોડી મુકેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!