શ્રી હાટકેશ હોસ્પિટલ જૂનાગઢ ખાતે માં સ્વામી ડાયાલીસીસ સેન્ટરનો આવતીકાલથી શુભારંભ

0

જૂનાગઢની આરોગ્ય સેવા કામગીરીથી જાણીતી શ્રી હાટકેશ હોસ્પિટલ ખાતે નિષ્ણાંત ડોકટરોની સેવા જરૂરીયાતમંદ દર્દીઓને પ્રાપ્ત થઈ રહી છે અને આરોગ્ય સેવામાં વધુ સાનુકુળતા દર્દીઓને રહે તે માટે સુવિધાઓ વધારવામાં આવી રહી છે. બીટી સવાણી કીડની હોસ્પિટલ રાજકોટ અને શ્રી હાટકેશ હોસ્પિટલ જૂનાગઢ દ્વારા જૂનાગઢ શહેરમાં માં સ્વામી ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવામાં આવી રહેલ છે. ભૂતનાથ મંદિર પાસે આવેલ શ્રી હાટકેશ હોસ્પિટલ ખાતે આવતીકાલ તા.૩૦-૩-ર૦ર૩ ગુરૂવાર રામનવમીનાં શુભ દિવસે આ સેન્ટરનું શુભમુહુર્ત થઈ રહ્યું છે. સરકારની આયુષ્યમાન ભારત યોજના હેઠળ કાર્ડધારકો માટે ડાયાલીસીસની સેવાઓ હોસ્પિટલમાં ફ્રી કરી આપવામાં આવશે. દરમ્યાન સમગ્ર વિસ્તારનાં ડાયાલીસીસ કરાવતા દર્દીઓને જાણ કરવામાં આવે છે કે, આવતીકાલ તા.૩૦-૩-ર૦ર૩ અને તા.૩૧-૩-ર૦ર૩નાં રોજ બે દિવસ માટે ડાયાલીસીસ વિનામુલ્યે કરી આપવામાં આવશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!