જૂનાગઢમાં બોલાચાલીમાં હુમલો : ત્રણ સામે ફરિયાદ

0

જૂનાગઢ શહેરમાં આલ્ફા સ્કૂલ-૩ની આગળ, પીજી ગર્લ્સ હોસ્ટેલની આગળ રોડ ઉપર ગઈકાલે બોલાચાલી બાદ મારામારીનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢનાં ભાટીયા ધર્મશાળા રોડ, સુન્ની બોરવાડ નજીક રહેતા કમાલુદીન નિઝામુદીન શેખ(ઉ.વ.પપ)એ યુવરાજ કરમટા, કૌશલ ભારાઈ, કરણ રબારી વિગેરે સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામનાં સાહેદ સુફીયાને આ કામનાં આરોપીઓ સામે જુનું મનદુઃખ હોય જેથી ગઈકાલે ધો.૧૦ની પરીક્ષાનું પેપર પુરૂ કર્યા બાદ સાહેદ સાથે સામેવાળાને બોલાચાલી થયેલ અને ફરિયાદીનો દિકરો શાહનવાજ તેમાં વચ્ચે પડતા આ કામનાં આરોપીઓએ ફરિયાદીનાં દિકરાને ઢીકાપાટુંનો મુંઢ માર મારી બિભત્સ શબ્દો કહી અને મોઢા ઉપર તથા માથામાં જાપટો માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભેંસાણ તાલુકા પંચાયત કચેરી ખાતે સર્કલ ઓફિસર ઉપર હુમલો કરી ધમકી આપી : પાંચ સામે ફરિયાદ
જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ ખાતે આવેલી તાલુકા પંચાયત કચેરી ખાતે સર્કલ ઓફિસર ઉપર હુમલો કરી અને ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. આ બનાવ અંગે ભેંસાણ પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢનાં ઝાંઝરડા રોડ, શકિત પાર્ક સોસાયટી ખાતે રહેતા દેવલતાબેન ડો/ઓ હીમતલાલ છોટાલાલ દવે(ઉ.વ.૪૮)એ ભાવેશભાઈ જાદવ રહે.નવી ધારીગુંદાળી, ભીખાભાઈ મેઘાભાઈ રાઠોડ રહે.નવી ધારીગુંદાળી, રોહિતભાઈ સોલંકી રહે.ખંભાળીયા, અરજણભાઈ ઉર્ફે ભગાભાઈ લખમણભાઈ સોલંકી રહે.ખંભાળીયા, વિનોદભાઈ ઉર્ફે વિકી નાનજીભાઈ સાસીયા રહે.પરબ વાવડી વિગેરે સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામનાં ફરિયાદી ભેંસાણ ટીડીઓ ઓફિસ ખાતે સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હોય અને આરોપીઓ તેમની ઓફિસે આવી ફરિયાદીને કહેલ કે તે અરજીઓ કેમ ના મંજુર કરી તેમ કહી તેનો જવાબ આપો અમારે વકિલ દ્વારા તને નોટીસ અપાવવી છે અને તને ખબર નથી અમે કયાં સમાજનાં છીએ તારી ઉપર એટ્રોસીટી કરવી છે અને તારી સામે ધરણા ઉપર બેસી અને એટ્રોસીટીનાં કેસમાં ફસાવી દેવી છે તેવી ધમકી આપી ફરિયાદીને બિભત્સ શબ્દો કહી, હુમલો કરી તથા આરોપી નં-૩ તથા પ નાએ ફરિયાદીની ચુંદડી ખેંચી ફાડી નાખી અને આરોપી નં-૧નાએ ફરિયાદીના પહેરલ ડ્રેસની કુર્તી ફાડી નાખી તેમજ આરોપી નં-ર તથા ૪એ ધક્કા મારી ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદીનાં બંને હાથમાં ઈજા કરી અને ફરિયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવતા ભેંસાણ પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ ભેંસાણનાં પીએસઆઈ ડી.કે. સરવૈયા ચલાવી રહ્યા છે.

error: Content is protected !!