આજે ચૈત્ર સુદ આઠમ હવનાષ્ટમીની ઉજવણી, આવતીકાલે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં રામજન્મોત્સવની થશે ઉજવણી

0

ચૈત્ર માસનાં નવરાત્રીનાં આજે આઠમાં દિવસે એટલે કે ચૈત્ર સુદ આઠમનાં પવિત્ર દિવસે આજે ઠેર-ઠેર હવનષ્ટમીનાં કાર્યક્રમો ભાવભેર અને ભકિતભાવ રીતે યોજવામાં આવી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં આવેલા ખોડીયાર માતાજીનાં મંદિર, રાંદલ માતાજીનાં મંદિર તેમજ વાઘેશ્વરી માતાજી મંદિર, ગાયત્રી મંદિર, ચામુંડા માતાજી મંદિર, ગિરનાર ઉપર બિરાજતા અંબાજી માતાજી મંદિર, મહાકાળી માતાજી મંદિર, મહાલક્ષ્મી માતાજી મંદિર સહિતનાં માતાજીનાં મંદિરોમાં આજે હવનાષ્ટમીનાં દિવસે સવારથી જ પૂજન, અર્ચન, આરતી અને યજ્ઞ સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ભકતજનો માટે મહાપ્રસાદનાં કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. શકિતની આરાધનનાં પર્વ એવા ચૈત્રિ નવરાત્રીની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આજે અનેક ધાર્મિક સ્થળોએ પણ હવન સહિતનાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આવતીકાલે ચૈત્ર સુદ નોમ એટલે કે ભગવાન શ્રી રામચંદ્રજીનાં જન્મોત્સવની પણ ઉમંગભેર ઉજવણી કરવામાં આવશે. ઠેર-ઠેર શોભાયાત્રા સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

error: Content is protected !!