‘‘પોષણ પખવાડા દિન – ૧૦’’ : ઉપલેટા તાલુકાના ખારચિયા ખાતે મિલેટ મેળામાં જાડા ધાન્યની મહત્તા સમજાવી ઃ તંદુરસ્ત બાળ સ્પર્ધા યોજાઈ

0

પોષણ પખવાડા અંતર્ગત તા.૨૮ માર્ચના રોજ ઉપલેટા તાલુકામાં આવેલ આંગણવાડીઓ ખાતે ‘‘તંદુરસ્ત બાળ સ્પર્ધા’’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા થનાર બાળકોને આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. વિવિધ રમતો દ્વારા પણ બાળકોને મિલેટનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ મિલેટથી બનતી વાનગીઓનું નિદર્શન કરાયું હતું. ખારચિયા ગામે આંગણવાડીમાં અને શાળાઓમાં મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે અનાજની મિલેટ શ્રેણીમાં સમાવિષ્ટ રાગી, કોદરી, બાજરી, જુવાર, સામો વગેરે જેવા પરંપરાગત જાડા ધાન્યની મહત્તા સમજાવી હતી અને તેનો ખોરાકમાં નિયમિત ઉપયોગ કરી આરોગ્યમાં થતા લાભો વિશે સમજણ આપી હતી. સાથે જ આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા બાળકોને આપવામાં આવતા બાલ શક્તિ, કિશોરીઓ માટે પૂર્ણા શક્તિ અને માતાઓ માટે માતૃશક્તિ ખોરાકથી થતા લાભો વિશે પણ માહિતી આપવામાં આવી હતી. હાલ રાજકોટ ખાતે પોષણ પખવાડાની ઉજવણી અંતર્ગત કિશોરીઓ, સગર્ભાઓ, ધાત્રી માતાઓ અને બાળકોમાં જાેવા મળતા કુપોષણને નાબૂદ કરવા પોષણક્ષમ અન્ન તરીકે શ્રીધાન્ય(મિલેટ)નો સમાવેશ કરી વિવિધ કાર્યક્રમો યોજી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે તેમ ઉપલેટાના સી.ડી.પી.ઓ. સોનલબેન વાળાએ જણાવ્યું હતું.

error: Content is protected !!