રાજકોટ જિલ્લાના પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરના કેસોની કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટર

0

મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર(મહિલા સહાયતા કેન્દ્ર) અંગે કલેકટર અરૂણ મહેશ બાબુ અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ સેન્ટર ખાતે વિવિધ પ્રકારની હિંસાથી પીડિત મહિલાઓને ટૂંકા અને લાંબા ગાળાનું માર્ગદર્શન આપવામાં આવે છે. રાજ્યભરમાં આશરે ૬૩ સેન્ટરો પોલીસ સ્ટેશન ખાતે શરૂ કરાયા છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના ધોરાજી(ગ્રામ્ય) અને રાજકોટ શહેરમાં બી ડીવીઝન પોલીસ સ્ટેશન અને રેસકોર્સ ખાતે મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલા સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. આ બેઠકમાં કલેકટરએ વિવિધ પ્રકારની હિંસાને લગતા કેસોની કામગીરી અંગેની સમીક્ષા કરી હતી. તેમજ પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર વિષે વધુને વધુ લોકો જાગૃત બને તે માટે જરૂરી પ્રચાર પ્રસાર અંગે કલેકટરશ્રીએ સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી અવનીબેન દવે, સમાજ સુરક્ષા અધિકારી પ્રાર્થનાબેન સેરસીયા, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ મેનેજર સાવિત્રી નાથજી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!