ખંભાળિયા પંથકમાં ચઢતા પહોરે માવઠું : વાતાવરણ ઠંડુગાર

0

ખંભાળિયા તાલુકામાં આજરોજ બદલાયેલા હવામાન વચ્ચે વહેલી સવારે વરસાદનું જાેરદાર ઝાપટું વરસ્યું હતું. ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા દિવસો દરમ્યાન પલટાયેલા વાતાવરણ બાદ આજે સવારે સાડા પાંચેક વાગ્યે વરસાદનું જાેરદાર ઝાપટું વરસી ગયું હતું. જેના પગલે રસ્તાઓ ભીના થઈ ગયા હતા. આ કમોસમી માવઠાના પગલે વાતાવરણ ઠંડુગાર બની રહ્યું હતું. વહેલી સવારે આ વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો લાંબો સમય સુધી ખોવાઈ જતા લોકો ઊંઘમાંથી સફળતા જાગી ગયા હતા.

error: Content is protected !!