જૂનાગઢમાં સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે રામનવમી અને હરીજયંતિની ઉજવણી

0

જૂનાગઢ શહેરમાં જવાહર રોડ ઉપર આવેલા મુખ્ય સ્વામીનારાયણ મંદિર ખાતે આજે ભગવાન શ્રીરામચંદ્રજીનાં પ્રાગટય મહોત્સવની ભાવભેર અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારે ૧૧.૩૦ થી ૧ર.૩૦ દરમ્યાન ભકિતસભર કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત પૂર્ણ પુરૂષોત્તમ ભગવાનશ્રી સ્વામી નારાયણનો ર૪રમો પ્રાગટયોત્સવ શ્રી હરીજયંતિ મહોત્સવ ઉજવવામાં આવી રહેલ છે અને રાત્રે ૯ થી ૧૦.૩૦ દરમ્યાન ઉજવણી કરવામાં આવશે. આ તકે હરીભકતોને ઉપસ્થિત રહેવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

error: Content is protected !!