માંગરોળ : સગીર બાળાને લલચાવી લઈ જનાર નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી જૂનાગઢ પેરોલ ફર્લો સ્કોડ

0

જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડાની સુચના તેમજ પોલીસ અધીક્ષક રવીતેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને ગુમ તથા અપહરણ થયેલ બાળકો અને સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે અસરકારક પ્રયત્નો કરી, આ બાબતે ગુમ થયેલ તથા અપહરણ કરવામા આવેલ સગીર બાળકો તથા યુવતીઓને શોધી કાઢવા ખાસ સુચનાઓ કરી જિલ્લામા ત્રણ ટીમોનું ગઠન કરવામા આવેલ હોય, જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચના પો.ઈન્સ જે.જે.પટેલ, જે.જે. ગઢવીના માર્ગદર્શન અને સુચના મુજબ પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઈ. ઉમેશભાઈ વેગડા પો.હેડ કોન્સ. સંજયભાઈ વઘેરા પો કોન્સ દિનેશભાઇ છૈયા પો. કોન્સ. જયેશભાઈ બામણીયાની ટીમ દ્વારા જૂનાગઢ ડિવીઝનના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ગુમ-અપહરણના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને તથા ભોગ બનનારને શોધી કાઢવા જૂનાગઢ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી રાહે હકિકત મળેલ કે માંગરોળ પો.સ્ટે.ના ગુ.ર.નં. ફર્સ્ટ.૧૧૨૦૩૦૩૮૨૧૦૬૮૧/૨૦૨૧ આઈપીસી ક.૩૬૩, ૩૬૬ના ગુન્હામાં નાસતો ફરતો આરોપી સોહિલ રહીમ સોલંકી(ઉ.વ.૨૦) રહે.માંગરોળ, ઈન્દિરાનગર જિ.જૂનાગઢવાળો તથા ભોગ બનનાર ફાતેમાબેન રફીકભાઈ અગવાન(ઉ.વ.૧૭) રહે.માંગરોળ, મચ્છી માર્કેટ પાસે જિ.જૂનાગઢ અત્યારે મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના જ્વાહર ગામના સનરાઈઝ વિસ્તારમાં છે તેવી હકીકત મળતા ઉકત જગ્યા એ જઇ વોચ તપાસમાં રહેતાં મજકુર આરોપી તથા ભોગ બનનાર ત્યાંથી મળી આવતા તેઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારૂ માંગરોળ પોસ્ટે. ખાતે સોંપી આપવામાં આવેલ છે.

error: Content is protected !!