જૂનાગઢમાં મિલકત લેખ કઢાવવા માટે ૨ હજાર લેનાર દફતર કચેરીનાં બેની અટકાયત

0

જૂનાગઢના દીવાનચોક વિસ્તારમાં આવેલ અભિલેખાગાર એટલે કે જિલ્લા દફ્તર કચેરીમાં મિલ્કતનો લેખ કઢાવવા ગયેલા એક જાગૃત નાગરિક પાસે સિનિયર ક્લાર્ક મિતેષ પ્રવિણચંદ્ર પારગડા અને આઉટસોર્સ કર્મચારી તેજસ કનૈયાલાલ પરબીયાએ રૂા.૫ હજારની માંગણી કરી હતી. માંગણી પેટે રૂા.૩ હજાર પહેલા ચૂકવી દેવામાં આવ્યા હતા. પરંતુ બાકીની રકમ રૂા.૨ હજાર આપવાની હતી. આ મામલે ફરિયાદીએ લાંચરૂશ્વત બ્યુરોનો સંપર્ક કરતા મદદનીશ નિયામક બી. એલ. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર જે. એન. સોલંકીએ બંને આરોપીને ફરિયાદી પાસેથી રૂા.૨ હજારની લાંચ લેતા ઝડપી લઇ આગળની કાર્યવાહી શરૂ કરી છે. હાલ બન્ને કર્મચારીઓને જૂનાગઢ એસીબી ઓફિસમાં ડિટેઇન કરવામાં આવ્યા છે, જેને કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી થશે.

error: Content is protected !!