ખંભાળિયા શહેરનું ભાજપના બૂથ સશક્તિકરણ કાર્ય સો ટકા પૂર્ણ : જિલ્લા અધ્યક્ષને સુપ્રત

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાથ ધરવામાં આવેલા ભાજપના બુથ સશક્તિકરણના કાર્યક્રમ અંતર્ગત ખંભાળિયા શહેર મંડલનું બુથ સશક્તિકરણનું તમામ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. જે ખંભાળિયા શહેર સંગઠનના અધ્યક્ષ અનિલભાઈ તન્ના, મહામંત્રી પિયુષભાઈ કણજારીયા, કાર્યકારી મહામંત્રી હિમાચલ મકવાણા તેમજ શહેરની ટીમ તેમજ નગરપાલિકા સદસ્ય દ્વારા તમામ ૩૪ બુથનું ૧૦૦ ટકા કાર્યપૂર્ણ કર્યા બાદ આ સાહિત્ય દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધ્યક્ષ મયુરભાઈ ગઢવી, મહામંત્રી યુવરાજસિંહ અને રસિકભાઈ તેમજ ભરતભાઈને સોંપવામાં આવ્યું હતું.

error: Content is protected !!