ખંભાળિયા નજીક ટ્રકના ટાયરમાં આગ ભભુકી : સદભાગ્ય જાનહાની ટળી

0

ખંભાળિયા પોરબંદર હાઈવે નજીકના માર્ગ ઉપર આવેલી પાયલ હોટલની બાજુમાં રહેલા એક વિશાળ ટ્રકના પાછળના ટાયરના જાેટામાં ગઈકાલે ગુરૂવારે સવારે કોઈ કારણોસર એકાએક આગ આભૂકી ઊઠી હતી અને ધુમાડાના ગોટેગોટા જાેવા મળ્યા હતા. જેથી થોડો સમય અફડાતફડી ભર્યો માહોલ સર્જાયો હતો. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર સ્ટાફના જવાનો તાકીદે ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ પૂર્વે સ્થાનિકોએ પણ પાણીનો મારો ચલાવ્યો હતો. સદભાગ્યે કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી.

error: Content is protected !!