ખંભાળિયાની શાળામાં કરવામાં આવી ભગવાન શ્રીરામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી અને મહા આરતી

0

નાના બાળકો બન્યા રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજી

ભગવદ્દ ગીતા, રામાયણ, વેદ – પુરાણ અને સંસ્કારો સાથે જ્ઞાન તેમજ શિક્ષણ આપતી દેવભૂમિ દ્વારકા જિલ્લાની એક માત્ર સંસ્થા “ધી પ્રેસિડેન્ટ સ્કૂલ”માં ભગવાન રઘુનંદન શ્રીરામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના નાના ભૂલકાઓનો ભગવાન શ્રીરામ, માતા જાનકી, લક્ષમણજી અને હનુમાનજીના સાક્ષાત સ્વરૂપ જેવી વેશભૂષામાં તૈયાર કરાયા હતા. ધી પ્રેસિડેન્ટ સ્કૂલ કેમ્પસમાં બિરાજમાન થયેલા બાળકો જાણે સાક્ષાત ભગવાનના બાળ સ્વરૂપની અનુભૂતિ કરાવતા હતા. સાથે સમગ્ર વાતાવરણ “જય જય શ્રી રામ” ના ભક્તિમયી જયઘોષ સાથે ગુંજી ઉઠ્‌યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મહા આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેના મુખ્ય મહેમાનો, શાળાના બાળકો, વાલીઓ અને શુભેચ્છકો દ્વારા આરતી કરવામાં આવી હતી અને પ્રસાદ વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પત્રકારત્વ ક્ષેત્રના અગ્રણી કુંજનભાઈ રાડિયા, જાણીતા ઓર્થોપેડિક સર્જન ડો. વિમલ નકુમ, ઈ.એન.ટી. ડો. ભાવિક ગોસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર વતી માહી સરએ બધાને આવકાર્યા હતા અને ઊપસ્થિત સૌકોઈનો આભાર વ્યક્ત કર્યો હતો. સૌ એ એકબીજાને રામનવમીની શુભકામનાઓ પાઠવી હતી. આ વિશિષ્ટ કાર્યક્રમ આવકારદાયક અને પ્રેરણારૂપ બની રહ્યો હતો.

error: Content is protected !!