દેવભૂમિમાં આવેલા મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને આર.એસ.પી.એલ. દ્વારા આવકારવામાં આવ્યા

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાસ હેતુથી આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેટ દ્વારકા તેમજ હર્ષદના ધર્મસ્થળની મુલાકાત લીધી હતી. અહીંની મુલાકાત દરમ્યાન હવાઈ માર્ગે અત્રે આવેલા મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રીનું અત્રે કુરંગા પાસે આવેલી જાણીતી મલ્ટીનેશનલ કંપની આર.એસ.પી.એલ.ના હેલીપેડ ખાતે ઉતરાણ થયું હતું. હેલિકોપ્ટર મારફતે અહીં આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આર.એસ.પી.એલ.ના સિનિયર અધિકારી હરીશ રામચંદાણી, સંજીવ ચોપરા, સુનિલ બુધ વિગેરેએ ખાસ આવકારી, તેમનું સન્માન કર્યું હતું.

error: Content is protected !!