આવતીકાલે શનિવારે જીવનના બંધનો માંથી મુક્તિ અપાવતી કામદા એકાદશી

0

શનિવારે તા.૧-૪-૨૩ ના કામદા એકાદશી છે. આ દિવસે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરી અને ત્યારબાદ સૌપ્રથમ સૂર્યને અદ્ય આપવું. શ્રીકૃષ્ણ ભગવાનનું વિધિવત પૂજન કરવું. ભગવાનને વસ્ત્ર, જનોઈ, ચાંદલો, ચોખા, ફુલ, અબીલ-ગુલાલ, કંકુ, અર્પે કરવા ત્યારબાદ ધુપ, દિપ, નૈવેદ્ય, શ્રીફળ અર્પણ કરવા સાથે લવિંગ ખાસ ધરાવવું. આરતી કરી પ્રાર્થના કરવી અને ત્યારબાદ પીપળે પાણી રેડી અને કામદા એકાદશીની કથા વાચવી અથવા સાંભળવી. આખો દિવસ ઉપવાસ અથવા એકટાણુ રહેવું. બપોરે સુવું નહીં અને રાત્રીના ૧૨ વાગ્યા સુધીનું જાગરણ કરવું. સાંજના સમયે ભગવાનના જપ ર્કિતન કરવા. આ પ્રમાણે કામદા એકાદશીનું વ્રત કરવાથી શ્રાપમાંથી મુક્તિ મળે છે. જીવનમાં કોઈપણ જાતનું બંધન હોય તો તેમાંથી મુક્તિ મળે છે. જાે જન્મકુંડળીમાં શ્રાપિત દોષ હોય તો તે શાંત થાય છે.
કામદા એકાદશીનો બોધ : જ્યારે વ્યાપાર ધંધો કે નોકરી કરતા હોય તે સમયે તેમાં જ પુરતું ધ્યાન આપવું અને ત્યારે ઘરની ખોટી બાબતોનો વિચાર કરવો જાેઈએ નહીં. બહેનોએ પણ ઘરકામ કરતી વખતે કોઈપણ બીજી બાબતોનો વિચાર કરવો જાેઈએ નહીં ફકત કામમાં જ ધ્યાન આપવું યોગ્ય રહે છે.

error: Content is protected !!