જૂનાગઢમાં સોનુ બનાવવા માટે આપેલ પૈસાની લેતીદેતી બાબતે વેપારીને માર : ત્રણ સામે ફરિયાદ

0

જૂનાગઢમાં સોની વેપારી ઉપર પૈસાની લેતીદેતી બાબતે ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢનાં રણછોડનગર, શેરી નં-૧, મકાન નં-૧૦૯માં રહેતા રૂપેશભાઈ વિનોદરાય રાજપરા(ઉ.વ.૪પ) કે જેઓ હવેલી ગલીમાં ભકિત જવેલર્સ નામની દુકાન ધરાવે છે. દરમ્યાન તેમને માર મારવાનો બનાવ બનતા તેઓએ નવઘણ મેર રહે.ધંધુસર, અર્જુનભાઈ ઉર્ફે મુરલી રહે.મહેશનગર, દેવો ઉર્ફે ડીકે ઓડેદરા રહે.ગીરીરાજ સોસાયટી વાળા વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરિયાદી સોનાની દુકાન ધરાવતા હોય જેથી આ કામનાં આરોપીઓએ ફરિયાદીને સોનુ બનાવવા પૈસા આપેલ હોય જે પૈસાની લેતીદેતી બાબતે આરોપીઓએ ફરિયાદીને ઢીકાપાટુંનો માર મારી બિભત્સ શબ્દો કહી આ કામનાં આરોપી નં-૩નાંએ ફરિયાદીને માથાનાં ભાગે ગ્લાસ મારી ઈજા કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરેલ છે અને આ બનાવની વધુ તપાસ સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ વી.ડી. ડોડીયા ચલાવી રહ્યા છે.

error: Content is protected !!