તેજસ્વી વિદ્યાર્થીઓને સિલ્ડ આપીને સન્માનિત કરાયા, વિદ્યાર્થીઓએ અવનવી કૃતીઓ રજુ કરી
ભેસાણની શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સે. સરકારી પ્રાથમિક શાળા દ્વારા વાર્ષિક ઉત્સવ રીમઝીમ-૨૦૨૩ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક આગેવાનો, શહેરીજનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જૂનાગઢથી દાનીરાયજી આચાર્ય ગૃહના આચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામીશ્રી વ્રજેન્દ્રકુમારજી(રવિ વાબા) વિદ્યાર્થી અને આશિર્વાદ આપવા માટે ખાસ પધારેલ હતા. તેમજ આ તકે માનનીય ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે ગોપાલભાઈ ભાયાણી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મધુબેન વિરેન્દ્રભાઈ સાવલિયા, આઈસીડીએસના ચેરમેન લાભુબેન અનુભાઈ ગુજરાતી, જિલ્લા પંચાયતના શાસક પક્ષના કુમારભાઈ બસીયા, તાલુકા પંચાયત ભેસાણના પ્રમુખ નિલેશભાઈ સાવલિયા, તાલુકા વિકાસ અધિકારી ભાવસાર, તાલુકા શિક્ષણ અધિકારી હસમુખભાઈ નિમાવત, તાલુકા પંચાયતના સદસ્ય, એવા રેખાબેન હસમુખભાઈ શીલુ અને સુધાબેન રાજેશભાઈ ભેસાણીયા, ભાજપના અગ્રણી એવા રમેશભાઈ હિરપરા, પ્રવીણભાઈ સોજીત્રા તથા જૂનાગઢ જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ એવા સુરેશભાઈ ખુમાણ, ભેસાણ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ નરેન્દ્રભુવા, મંત્રી ગૌરાંગભાઈ જેઠવા દિલીપભાઈ ડાંગર, પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષમંડળના મંત્રી ચાવડાભાઈ, સી.આર.સી. વિવેકભાઈ સાપરિયા તથા ગ્રામ પંચાયતના પૂર્વ સદસ્ય એવા ડાયાભાઈ ગીડા તેમજ પત્રકાર મિત્રોમાં રેનિશભાઈ મહેતા, કાસમભાઇ હોતી, તરૂણભાઈ મેલવાણી વગેરે મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેક દાતાઓ મદદરૂપ થયા હતા અને તેમનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ ૧ થી ૮ ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તો વળી આ વર્ષ વિવિધ ક્ષેત્રે પોતાની પ્રતિભા પ્રગટ કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને કલા મહાકુંભની અંદર ૪૮૦૦૦ જેવી માતબર રકમ જીતનાર વિદ્યાર્થીઓનું, રાષ્ટ્રીય કક્ષાની એન.એમ.એમ.એસ. પરીક્ષામાં રાજ્ય મેરીટ યાદીમાં સ્થાન પામી ૪૮૦૦૦-૪૮૦૦૦ શિષ્યવૃતિ મેળવનાર રૂડાણી કુંજ અને કાછડીયા ઋષિલ તેમજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાતી પી.એસ.ઈ.પરીક્ષામાં તાલુકામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ હરખાણી કુંજ તેમજ નિવૃત્ત શિક્ષકોનું વિદાય સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક ઉત્સવમાં સાત જેટલી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. આકરા કરી આ કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ એસએમસીના સભ્યો તથા કર્મચારી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.