ગીર-સોમનાથ જિલ્લાના નવનિયુક્ત કલેકટર એચ.કે. વઢવાણિયાએ મહાદેવના દર્શન અને પૂજન કર્યા

0

ગીર-સોમનાથ જિલ્લાના નવનિયુક્ત કલેકટર એચ.કે. વઢવાણિયાએ સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેકની સાથે જિલ્લામાં પોતાની કામગીરીનો પ્રારંભ કર્યો હતો. કલેકટર સજાેડે સોમનાથ પધાર્યા હતા. જ્યાં તેઓએ સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ લીધા હતા. સાથે શાસ્ત્રોકત વિધિ વિધાનથી સોમેશ્વર મહાપૂજા કરી તેઓએ ધન્યતા વ્યક્ત કરી હતી. આ તકે સોમનાથ ટ્રસ્ટ તરફથી કલેકટરને સોમનાથ મહાદેવની સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!