દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના ૨૧માં દંડ સંન્યાસ મહોત્સવની દ્વારકા શારદાપીઠ ખાતે થયેલ ઉજવણી

0

દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના ૨૧માં દંડ સંન્યાસ મહોત્સવની દ્વારકા શારદાપીઠ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. પૂજ્ય મહારાજશ્રીના ૨૧માં દંડ સન્યાસ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં વિક્રમ સંવત ૨૦૮૦ ચૈત્ર શુક્લ તેરસ તારીખ ૪ એપ્રિલ ૨૦૨૩ મંગળવારે સવારે ૧૧ કલાકે પૂજ્ય મહારાજ શ્રીની પાદુકા પૂજન બ્રહ્નચારી શ્રી નારાયણાનંદજી તથા શ્રી શારદાપીઠ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. દંડ ગ્રહણ માત્રેણ નરો નારાયણો ભવેત એટલે કે ધર્મદંડ ગ્રહણ કરતા જ નર નારાયણ સ્વરૂપ બની જાય છે. અન્ય સ્થળ વ્યક્તિનું સુખ સંસારમાં સૌથી મોટું સુખ છે. સન્યસ્ત વ્યક્તિ સુખના ઉપભોક્તા નથી પરંતુ તેઓ સ્વયં સુખનું સ્વરૂપ હોય છે એટલે જ કહેવાયું છે કે દંડી સન્યાસી સાક્ષાત નારાયણ છે. પૂજ્ય શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનો જન્મ મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના બરગી ગામ સ્થિત આયુર્વેદ રત્ન પંડિત વિદ્યાધર અવસ્થી અને શ્રીમતી માનકુવર દેવીજીને ત્યાં થયો હતો સ્વામીજી પૂર્વાશ્રમમાં રમેશકુમાર તરીકે ઓળખાતા હતા. પૂજ્યશ્રીની પ્રાથમિક શિક્ષા તેમના ગામ બરગીમાં જ્યારે સંસ્કૃત શિક્ષક નરસિંહપુરમાં અને વ્યાકરણ વેદવિધાનની શિક્ષા કાશીમાં સંપન્ન થઈ હતી. તેઓના અભ્યાસ દરમ્યાન જ પૂજ્યપાદ અનંત શ્રી વિભૂષિત જ્યોતિષપીઠાધીશ્વર અને દ્વારકાશારદા પીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય બ્રહ્નલીન સ્વામીશ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના પરિચયમાં આવ્યા હતા અને ૧૯૭૭માં પ્રયાગ કુંભ વખતે બ્રહ્મચારી દીક્ષા ગ્રહણ કરી હતી. જે બાદ ચૈત્ર શુક્લ તેરસ તદનુસાર તા.૧૫ એપ્રિલ ૨૦૦૩માં કાશી ખાતે દંડ સન્યાસ દીક્ષા પ્રાપ્ત કરી હતી.

error: Content is protected !!