દેશની સૌપ્રથમ ૦% એન.પી.એ.ધરાવતી ખેતી બેંક, બેંકની આ સિદ્ધિ એ સમગ્ર રાજયના બેંક સાથે જાેડાયેલા લાખો ખેડૂતોની સિધ્ધિ છે : ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા

0

ખેતી બેંક દ્વારા રાજયના ખેડુતોને ગત વર્ષે અપાયેલું રૂા.૫૫૨.૯૩ કરોડનું ધિરાણ : બેંકનો ગ્રોસ નફો પહેલી વાર રૂા.૧૦૦ કરોડને પાર

ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી.(ખેતી બેંક)ના ચેરમેન ડોલર કોટેચાની અધ્યક્ષતામાં બેંકના બોર્ડ ઓફ ડીરેકટર્સની બેઠક મળી હતી. આ બેઠકમાં નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બેંકના હિસાબો રજૂ કરતાં ચેરમેનએ જણાવ્યું હતું કે બેંકે સૌ પ્રથમવાર ગ્રોસ નફો રૂા.૧૦૦ કરોડને પાર કરી રૂા.૧૦૧.૫૨ કરોડ ગ્રોસ નફો હાંસલ કર્યો છે. બેંકનું ગ્રોસ એન.પી.એ.ગત વર્ષે ૫૮.૩૭ % હતું જે આ વર્ષે ૧૩.૭૭ % થયુ છે. તેમજ નેટ એન.પી.એ. ૨૪.૩૯ % હતું જે આ વર્ષે ૦% છે જે બેંક માટે ખુબ ગૌરવની બાબત છે. અને દેશની સૌપ્રથમ ૦% એન.પી.એ.ધરાવતી ખેતી બેંક ગુજરાતની પ્રથમ બેંક બની છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે બેંકની આ સિદ્ધિ એ સમગ્ર રાજયના બેંક સાથે જાેડાયેલા લાખો ખેડૂતોની સિધ્ધિ છે. ખેતી બેંક છેલ્લા ૭૨ વર્ષથી ખેડૂતોની સાથે રહી છે અને ખેડૂતોને માટે જ કામગીરી કરી રહી છે. ખેતી બેંક દ્વારા રાજયના ખેડુતોને ગત વર્ષે રૂા.૫૫૨.૯૩ કરોડનું ધિરાણ કરવામાં આવ્યુ હતું. જયારે આ વર્ષ દરમ્યાન રૂ.૬૪૪.૧૬ કરોડનું માતબર ધિરાણ કરવામાં આવ્યુ છે. ગત વર્ષે બેંકની શેરમુડી રૂા.૪૨.૪૩ કરોડ હતી જેમાં વધારો થઈને રૂા.૪૭.૪૨ કરોડ થયેલ છે. બેંકનું સ્વભંડોળ ગત વર્ષે રૂા.૫૮૯.૪૭ કરોડ હતું તેમાં વધારો થઈને રૂા.૬૧૮.૬૦ કરોડ થયો છે. બેંકની કુલ આવક ગત વર્ષે રૂા.૯૧.૬૪ કરોડ હતી. તેમાં માતબર વધારો થઈને આ વર્ષે રૂા.૧૭૮.૬૫ કરોડ થઇ છે. બેંકના અધિકારી/ કર્મચારીઓએ વર્ષ દરમ્યાન જે પ્રશંસનીય કામગીરી કરેલ છે તેને આજની બોર્ડ મીટીંગમાં બોર્ડ ઓફ ડીરેકટર્સ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. સમગ્ર બોર્ડ ઓફ ડીરેકટર્સે બેંકના ચેરમેન ડોલર કોટેચાના માર્ગદર્શન હેઠળ ખેતી બેંક જે પ્રગતિની દિશામાં હરણફાળ ભરી રહી છે તેને બિરદાવી હતી.

error: Content is protected !!