વિસાવદર તાલુકાના સરસઈ ગામે આધેડ મહિલા ઉપર દુષ્કર્મની નોંધાઈ ફરિયાદ

0

વિસાવદર તાલુકાના સરસઈ ગામે રહેતી એક આધેડ મહિલા ઉપર બળજબરીથી દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ બનાવ અંગે વિસાવદર પોલીસે આપેલી વિગત અનુસાર સરસઈ ગામે રહેતા એક આધેડ મહિલાએ ચેતન જમનભાઈ દુધાત અને જયદિપ દિલીપભાઈ લાખણી વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આજથી અગાઉ આશરે આઠ-દસ માસ પહેલાથી આજ દિવસ સુધી બનેલા બનાવમાં જણાવેલ છે કે, આરોપીઓએ ફરિયાદી બહેનને તેના પતિને મારી નાખવાની ધમકી આપી અને ફરિયાદીના ખરાબ ફોટાઓ પાડી તે વાયરલ કરી દેવાની ધમકી આપી અને ફરિયાદી સાથે તેની મરજી વિરૂધ્ધ અવાર-નવાર દુષ્કર્મ આચરી અને ફોટા વ્હોટસએપમાં વાયરલ કરવાની ધમકી આપી ગુનો કર્યા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા વિસાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મેંદરડા તાલુકાના પાટરામા ગામ નજીક વાહન અકસ્માત, એકનું મૃત્યું
મેંદરડા તાલુકાના પાટરામા ગામ નજીક અકસ્માતનો એક બનાવ બનવા પામેલ છે. જેમાં એકનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે મેંદરડા પોલીસે આપેલી વિગત અનુસાર જાેષીપરા વિસ્તાર, કૃષ્ણનગર સોસાયટી, બ્લોક નં-૯૦માં રહેતા મનોજભાઈ ગોવરધનભાઈ ગજેરા(ઉ.વ.૩૮)એ ફોરચુનર નંબર જીજે-૦૧-આરબી-૧૯ર૯ના ચાલક વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે, આરોપી વાહન ચાલકે પોતાનું વાહન બેદરકારીથી ચલાવી અને ફરિયાદીના ભાઈની મોટરસાઈકલ નંબર જીજે-૦૩-જેજે-ર૭૦૯ સાથે ભટકાવી અને અકસ્માત સર્જેલ. આ બનાવમાં ફરિયાદીના ભાઈના શરીરે નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચડી મૃત્યું નિપજાવી અકસ્માત કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા મેંરદડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

error: Content is protected !!