વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તથા શ્રી વડતાલધામ ટેમ્પલ બોર્ડ અને સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી ગુરૂ પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી “શ્રી હનુમાન જયંતી” ઉત્સવ અંતર્ગત એવં “કિંગ ઓફ સાળંગપુર-દિવ્ય અનાવરણ” અને મ્યુઝિક લાઇવ કોન્સર્ટ, લોકડાયરોવિગેરે અનેકવિધ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન તા.૫ એપ્રિલ૨૦૨૩ના રોજ કરવામાં આવેલ હતું. મહોત્સવ અંતર્ગત તા.૫ એપ્રિલ ૨૦૨૩ને બુધવારના રોજ સાંજે ૪ઃ૩૦ કલાકે ૫૪ ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ “કિંગ ઓફ સાળંગપુર-દિવ્ય અનાવરણ” પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા ધામોધામથી પધારેલ સંતોના સાનિધ્યમાં કરવામાં આવેલતેમજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા હનુમાનજી મહારાજનું પૂજન કરવામાં આવ્યું હતું. રાત્રે ૯ કલાકે “મ્યુઝિક લાઇવ કોન્સર્ટ” અને “લોકડાયરો” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઓસમાણ મીર કલાકાર તેમજ ર્નિમળદાન ગઢવી સાહિત્યકાર દ્વારાકિંગ ઓફ સાળંગપુરના પ્રાંગણમાં જમાવટ કરી હતી. હજારો હરિભક્તોએદાદાના દર્શન-પૂજન-અર્ચન-આરતી-મહાપ્રસાદ વગરેનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર મહોત્સવનું લાઈવ પ્રસારણ Salangpur Hanumanji – Official, Swaminarayan Channel,sadvidya યુટ્યુબચેનલ ઉપર કરવામાં આવેલ હતું. સાળંગપુર ધામમાં હનુમાનજીની દેશની પહેલી પંચધાતુમાંથી બનેલી ૫૪ ફૂટ ઊંચી મૂર્તિનું લોકાર્પણ થયુંઅત્યારે સાળંગપુર ધામમાં ૫૪ ફૂટ ઊંચી હનુમાનજીની દેશની પહેલી પંચધાતુમાંથી બનેલી મૂર્તિનો લોકાર્પણ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. મહત્ત્વનું છે કે, આ ભવ્ય કાર્યક્રમમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ દાસ અને વરિષ્ઠ સંતો સહિત લાખો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.