જૂનાગઢ મનપામાં એક સાથે ૪૭ કર્મચારીઓને છુટા કરી દેતા ભારે રોષ

0

જૂનાગઢ મહાનગરપાલિકામાં એક સાથે ૪૭ કર્મચારીઓને છુટા કરી દેવામાં આવતા ભારે વિરોધ થયો છે. આ મામલે મનપા તંત્રના આ ર્નિણયની આકરી ટીકા કરવામાં આવી રહી છે, તો બીજી તરફ મનપાના શાસક પક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છુટા કરાયેલા તમામ મનપાના કર્મચારીઓ ફિક્સ પગારદારમાં સમાયેલા હોય તેમની મુદત પૂર્ણ થતા આ ર્નિણય લેવાયો છે અને વહેલી તકે ફરી ભરતીની પ્રક્રિયા હાથ ધરાશે મહત્વની બાબત એ છે કે એક તરફ રાજ્ય સરકાર વિકાસની મત મોટી વાતો કરે છે અને બીજી તરફ રાજ્ય સરકાર લોકોને પગભર બનાવવા માંગે છે. પરંતુ બીજી તરફ જૂનાગઢ મનપા પાસે પહેલીથી જ સ્ટાફની અછત હતી અને બીજી તરફ મહાનગરપાલિકાએ ૪૮ કર્મચારીઓને કોઈપણ નોટિસ આપ્યા વગર એકાએક છુટા કરી દેવામાં આવ્યા હતા અને આ પણ મહાનગરપાલિકાની તમામ શાખા ઇન્ચાર્જથી ચાલી રહી છે. ત્યારે મહાનગરપાલિકામાં કામકાજ ઉપર વધુ અસર પડશે તે બાબતમાં કોઈ શંકાને સ્થાન નથી શું આ ૪૮ કર્મચારીને છૂટા કરીને મહાનગરપાલિકા શું સાબિત કરવા માંગે છે ! તે પણ એક વેધક સવાલ છે.

error: Content is protected !!